________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
દંડકારણ્યમાં ‘પાલક, હવે તું મને પીલી નાખ. આ બાલમુનિને પીલાતો હું નહીં જોઈ શકું. મારી આટલી વાત માની જા.”
પરંતુ પાલકને તો જીંદકાચાર્ય વધુ દુ:ખી બને એ જ કરવું હતું તેણે આચાર્યની વાત ન માની. બાલમુનિ આગળ આવ્યા અને પાલકને કહ્યું: ‘તું મને પીલી નાખ, હું કર્મને પીલી નાખીશ.”
આચાર્ય તરફ ફરી બાલમુનિ બોલ્યા: “પ્રભુ, તમે મને શ્રી નવકાર મંત્ર સંભળાવજો, હું કર્મોને હણી નાખીશ!'
અંદાચાર્ય બાલમુનિને ભેટી પડ્યા અને કહ્યું: “મુનિ! તમે બહાદુર છો. સિંહ છો! કર્મોને હણી નાખજો હો! બોલો: “જય ઋષભદેવ! જય મુનિસુવ્રત! બાલમુનિ ઘાણીમાં કૂદી પડ્યા, છંદકાચાર્યે ભવ્ય નિર્ધામણા કરાવી, અલ્પક્ષણોમાં બાલમુનિનો સુકોમળ દેહ પાપી પાલકે પીલી નાખ્યો... બાળમુનિ મોક્ષે ગયા.
હવે એક માત્ર સ્કુદકાચાર્ય રહ્યા. પાલકે પોતાની એક વાત પણ ન માની, એટલે આચાર્ય રોષથી ધમધમી ઊઠ્યા. તેમણે મનમાં સંકલ્પ કર્યો.
મારી તપશ્ચર્યાનું ફળ મને જો મળવાનું હોય તો આ દુષ્ટ પાલક, તેનો રાજા દંડક, તેનું કુલ...તેનું રાષ્ટ્ર, સર્વનો હું સંહારક બનું!”
અને તેઓ ઘાણીમાં કુદી પડ્યા. પાલકે તેમને પણ પીલી નાખ્યા. તેમનો આત્મા અગ્નિકુમાર દેવ થયો.
કુંભકારકટ નગરના ઉદ્યાનમાં આ ઘોર હત્યાકાંડ થયો. ઉઘાન લોહીથી ભરાઈ ગયું. પાલક ઉદ્યાનમાંથી ભૂતની જેમ ભાગી ગયો. ઉદ્યાનમાં ગીધસમડીઓનાં ટોળાં ઊતરી પડ્યાં.
આચાર્ય સ્કંદકનું રજોહરણ તાજાં જ લોહીથી રંગાયેલું પડ્યું હતું. સમડીએ માંસ-પિંડ સમજીને ઉપાડવું અને આકાશમાર્ગે ચાલી, પરંતુ થોડે દૂર જતાં જ તેના મુખમાંથી તે છટકી ગયું. નીચે પડ્યું.
ક્યાં? રાણી પુરંદરયશાના મહેલની અગાસીમાં! સંધ્યાના સમયે રાણી અગાસીમાં જ હતી. અચાનક આકાશમાંથી લોહીથી રંગાયેલી કોઈ વસ્તુ જોઈ, રાણી કંપી ગઈ. તેણે ધીરે ધીરે પાસે આવી જોયું. રજોહરણ...
તરત દાસીને બોલાવી, પાણીથી રજોરહણ ધોવરાવી ધારીને જોવા લાગી. તેને ફાળ પડી.
For Private And Personal Use Only