________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
_ ૫૮૩ ચન્દ્રનખાએ વિચાર્યું કે મારો પતિ લક્ષ્મણજી સામે ટકી શકશે નહીં ને કીડીઓની જેમ સુભટો મરી રહ્યા છે. લક્ષ્મણજી કાળો કેર વર્તાવી રહ્યા છે. તેણે લંકાનો રસ્તો પકડ્યો.
0 0 0 લંકા. રાજા રાવણની રાજધાની.
ચન્દ્રનના સીધી જ પોતાના ભાઈ પાસે પહોંચી. ભાઈએ બહેનની કુશળતા પૂછી. ચન્દ્રનખાએ આંખમાંથી આંસુની ધારા વહાવી. ‘ભદ્ર! એવું તે શું દુ:ખ છે?”
ભાઈ, દુઃખની કોઈ સીમા નથી, તારો ભાણેજ શબૂક લક્ષ્મણના હાથે દંડકારણ્યમાં મરાયો. તારા બનેવી ચૌદ હજાર સુભટો સાથે દંડકારણ્યમાં ગયા છે અને પુત્રઘાતક સાથે ઘોર સંગ્રામ જામી ગયો છે. ચૌદ હજાર સુભટો સામે એક માત્ર લક્ષ્મણ ઝઝૂમી રહ્યો છે, જ્યારે શ્રી રામ, સીતા સાથે દૂર રહી વિશ્રામ કરી રહ્યા છે.”
સીતા?'
“હા, શ્રી રામની એ પત્ની છે. સીતાના રૂપ-લાવણ્યની પ્રશંસા કરવા મારી પાસે શબ્દો નથી. કોઈ દેવી, કોઈ નાગકન્યા કે કોઈ મનુષ્ય સ્ત્રી, એની તુલના કરી શકે તેમ નથી!
ત્રણ ભુવનમાં એના રૂપની સ્પર્ધા કરી શકે એવું કોઈ નથી. હે ભાઈ, ભલે તારા અંતઃપુરમાં હજારો રાણીઓ છે, પરંતુ એ બધી. શું કહું? સીતાની દાસીઓ થવા યોગ્ય છે!
હા, જો તારા અંતઃપુરમાં સીતા નથી તો કંઈ નથી. તારું નામ રાવણ ન રાખીશ-વધુ શું કહું? તું સ્વયં સીતાને જોઈશ, ત્યારે મારો એક-એક શબ્દ તને યથાર્થ સમજાશે...' ચન્દ્રનખા. કેવી ગજબ સ્ત્રી!
પુત્રવધૂનું વેર લેવા પતિને મોકલ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા તેણે રાવણને પણ તૈયાર કર્યો. બહેન ભાઈની નબળી કડી જાણતી હતી; રાવણ કોઈ પણ સ્ત્રીના રૂપ-લાવણ્યની પ્રશંસા સાંભળી બેસી શકતો નહીં. એ
For Private And Personal Use Only