________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૮૧ - શ્રી રામે પૂછ્યું: “ભદ્ર, આવા દારુણ દંડકારણ્યમાં આવવાનું પ્રયોજન? આ તો સાક્ષાત્ યમના નિવાસ જેવું વન છે! ચન્દ્રનખાએ બનાવટી પ્રત્યુત્તર આપતાં કહ્યું: “હે પ્રિયે, હું અવન્તીપતિની કન્યા છું. રાત્રિના સમયે હું રાજભવનની અગાસીમાં સૂતેલી હતી, કોઈ ખેચરે મારું અપહરણ કર્યું. મને તે આ વનમાં લઈ આવ્યો. અહીં કોઈ વિદ્યાધર કુમારે મને જોઈ. તે મારા પ્રત્યે અનુરાગી બન્યો. મને ઉપાડી લાવનાર વિદ્યાધરને તેણે પડકાર્યો, તલવાર લઈ તે તૂટી પડયો. બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ. અન્ને બંને એકબીજાના પ્રહારથી મર્યા. હું એકોકિની આ ભયંકર વનમાં અહીં આવી પહોંચી. મારા પુણ્યયોગે આપ જેવા આશ્રય આપનાર મળી ગયા. સ્વામિનું, હવે આપ જ મારા નાથ છો. આપ મને સ્વીકારો, લગ્ન કરી મને આપની સહધર્મિણી બનાવો. મહાન પુરુષોને કરેલી પ્રાર્થના વ્યર્થ જતી નથી.”
શ્રી રામ અને લક્ષ્મણજી એકબીજા સામે જોઈ, ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા, “શું આ કોઈ માયાવિની ન હોય? બનાવટી વેશ ધારણ કરી અમને ઠગવા તો ન આવી હોય? જરૂર, સ્ત્રીમાં કોઈ ગંભીર ભેદ છુપાયેલો છે. બંને ભાઈઓએ ઇશારાથી એકબીજાના વિચાર સમજી લીધા.
શ્રી રામના મુખ પર સ્મિત છવાઈ ગયું. તેમણે કહ્યું: “હે મૃગલોચની, હું તો પરણેલો છું! મારે પત્ની છે. જો તારે પરણવું જ હોય તો આ સ્ત્રી વિનાના લક્ષ્મણ પાસે જા!'
કામાતુર ચન્દ્રનખાએ લક્ષ્મણજી સામે જોયું, તેમની પાસે પહોંચી! લક્ષ્મણજીએ કહ્યું:
હવે હું તને કેવી રીતે પરણું? તું મનથી આર્ય પુત્રને વરી ચૂકી, એટલે મારા માટે તો તું પૂજનીય બની ગઈ!'
બસ, ચન્દ્રનખાનો ઉન્માદ શમી ગયો, તેની પ્રાર્થનાનું ખંડન થતાં તે રોષે ભરાઈ અને ત્યાંથી ચાલી નીકળી.
શ્રી રામ અને લક્ષ્મણજી હસી પડ્યા. નિમિત્તોની કેવી ભારે અસર! પુત્રની હત્યા થયેલી જોઈ ભારે શોક અને વિષાદ! શ્રી રામને જોઈ કામોન્માદી ભોગપ્રાર્થનાનો અસ્વીકાર થતાં રોષ!
ચન્દ્રનખાએ બદલો લેવાનો નિર્ણય કર્યો. તે પાતાલલકાના પોતાના મહેલમાં પહોંચી. ચન્દ્રનખાએ કરુણ કલ્પાંત શરૂ કર્યું, ખર વિદ્યાધરને સમાચાર મળતાં તે
For Private And Personal Use Only