________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૯
જેન રામાયણ બાર વર્ષને ચાર દિવસ-વીતી ગયા.. સૂર્યહાસ ખડગની સિદ્ધિ હાથવેંતમાં
ખડગ આકાશમાં ઝગારા મારતું સંબૂકથી થોડે દૂર આવી ગયું હતું. હવે માત્ર ત્રણ દિવસની જ વાર હતી, શબૂક એકાગ્રતાથી અને દઢ સંકલ્પથી સિદ્ધિના દ્વારે આવી ઊભો હતો.
લક્ષ્મણજી દંડકારણ્યમાં પરિભ્રમણ કરતા એ વાંસ વૃક્ષના ઝુંડ પાસે આવી પહોંચ્યા, તેમણે આકાશમાં તેજ પુંજ પ્રસારતા સૂર્યહાસ ખડગને જોયું! તેમણે પરખી લીધું કે “આ સૂર્યહાસ ખડગ છે.' તેમણે ખડગ પકડયું અને તેની તીક્ષ્ણતા માપવા એ ઝુંડ પર પ્રહાર કર્યો. વાંસની જાળ વચ્ચે સંબૂક લટકી રહેલો હતો. ખડગનો પ્રહાર શંબૂકના ગળા પર લાગ્યો, ને ગળું કપાઈને નીચે પડ્યું.
લક્ષ્મણજી વિલખા પડી ગયા. તેમને કલ્પના પણ ન હતી કે વાંસની જાળમાં આ રીતે કોઈ મનુષ્ય લટકતો હશે, ને ખડગના પ્રહારથી કપાઈ જશે. તેમણે વાંસની જાળમાં પ્રવેશ કર્યો, શબૂકનું ધડ વૃક્ષ સાથે બંધાયેલું લટકતું હતું. લક્ષ્મણજીને ઘણું દુ:ખ થયું. “અહો, મારા હાથે એક નિર્દોષ અને શસ્ત્રરહિત મનુષ્ય મરાયો...' ખૂબ પશ્ચાત્તાપ કરતા લક્ષ્મણજી સૂર્યહાસ ખડગ લઈ શ્રી રામ પાસે ગયા અને બનેલી સર્વ બીના કહી સંભળાવી.
વત્સ, આ સૂર્યહાસ ખડગ છે. આની સિદ્ધિ કરનારા કોઈ સાધક જ તારા હાથે મરાયો છે. સંભવ છે તેનો કોઈ ઉત્તર સાધક પણ હોય.'
જોઈએ, હવે શું થાય છે!' સીતાજી સૂર્યહાસ ખડગ જોવા લાગ્યાં.
૦ ૦ ૦ શંબૂકની મા ચન્દ્રનખા દિવસો ગણતી હતી. પોતાના પુત્રને હવે સૂર્યાસ ખડગની સિદ્ધિ આજકાલમાં થશે, એમ સમજી ચન્દ્રનખાએ પૂજા-પાનનો થાળ તૈયાર કર્યો. સુંદર વસ્ત્ર ધારણ કર્યા અને દંડકારણ્યમાં આવી પહોંચી. એણે પુત્રનું સાધનાસ્થાન જોયું હતું. બાર વર્ષમાં તે અનેક વાર આવીને પુત્રની સંભાળ લઈ જતી હતી.
ચન્દ્રનખા આજે ખૂબ પ્રસન્ન હતી. પોતાનો પુત્ર બાર-બાર વર્ષના અંતે સફળતા વરવાનો હતો! પરંતુ એ બિચારીને ક્યાં ખબર હતી કે એનો પ્રિય પુત્ર લક્ષ્મણજીના હાથે કમોતે મરાયો છે!
For Private And Personal Use Only