________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૭૭ પુરંદરયશાએ સ્કંદકમુનિને “રત્નકંબલ વહરાવેલી તે રત્નકંબલના તંતુઓમાંથી આ રજોહરણ બનાવવામાં આવેલું હતું.
“આ સ્કંદકાચાર્યનું રજોહરણ?” રજોહરણ લઈને દોડતી તે મહેલનાં પગથિયાં ઊતરી, રાજા દંડક પાસે પહોંચી.
“અરે, આવું ઘોર પાપ? અંદકાચાર્યની હત્યા? રાણી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. છાતી ફાટ રુદન કરવા લાગી. રાજા લજ્જિત થઈ ગયો..
નગર પર વિનાશનાં વાદળ ઘેરાતા હતાં. અગ્નિકુમાર દવે (સ્કંદકાચાર્યનો જીવ) અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. કુંભકારકટ નગરનું લોહિયાળ ઉદ્યાન, ગીધડાંઓથી ઊભરાતું એ નગર, એ પાપી પાલક અને દંડક, એ દેવની દૃષ્ટિમાં આવ્યાં. તેનો રોષ સળગી ઊઠ્યો. તેણે નગરને આગ ચાંપી.
શાસનદેવીએ પુરંદરશાને ત્યાંથી ઉપાડી, ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી દીધી. ભગવંતે તેને સાંત્વના આપી. પુરંદરયશાએ ચારિત્ર સ્વીકાર્યું.' કુંભકારકટ, અગ્નિકુમારના અગ્નિકોપમાં બળીને ભસ્મ થઈ ગયું. હે રામ ત્યારથી આ વન 'દંડકારણ્ય' કહેવાયું.
દંડક રાજા ઘણા ભવ સંસારમાં ભટક્યો. પોતાનાં પાપકર્મના યોગે તે એક ગીધ - પક્ષીનો ભવ પામ્યો છે. તેને અમારા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. અમારા સ્પર્શથી તેના રોગ દૂર થઈ ગયા!
આ સાંભળીને જટાયુ પક્ષી પુનઃ મુનિચરણમાં જઈ પડ્યું. મુનિ ભગવંતોએ તેને ધર્મ સંભળાવ્યો, પક્ષીએ શ્રાવકપણું સ્વીકાર્યું. મુનિવરે તેને ત્રણ પ્રતિજ્ઞા કરાવી.
છે જીવઘાતનો ત્યાગ. છે માંસાહારનો ત્યાગ, છેરાત્રિભોજનનો ત્યાગ. પછી તેમણે શ્રી રામને કહ્યું: “આ તમારો સાધર્મિક બન્યો. તેના પ્રત્યે વાત્સલ્ય રાખજો.”
મુનિવરો આકાશમાર્ગે ચાલ્યા.
શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી હવે જટાયુને સાથે લઈ, દિવ્ય રથમાં બેસી, દંડકારણ્યમાં પરિભ્રમણ કરવા લાગ્યાં.
0 0 0
For Private And Personal Use Only