________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૭૩ સાચી વાત છે પાલક, હું તો અંદકકુમારને જાણતો હતો કે એ મહાન ધાર્મિક વૃત્તિનો અને સાત્વિક કુમાર છે. તેણે ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે ચારિત્ર સ્વીકાર્યું તે આચાર્ય બન્યો. આજે આ બધું જોઈ, મારી માન્યતાઓ ખોટી પડી.
“કૃપાળુ, દંભી ને પાખંડી માણસો જલ્દી ઓળખાતા નથી. આ તો સારું થયું કે મને ગંધ આવી ગઈ, નહીંતર આજ-કાલમાં કોઈ ભયંકર દુર્ઘટના બની જાત.”
સાચી વાત છે. તેં ખરેખર મારું હિત કર્યું છે. હવે આ દુર્મતિ દંભી કુમાર હું તને સોંપું છું. તને જે ઉચિત લાગે તે શિક્ષા કરજે. હવે મને પૂછવા ન આવીશ.”
રાજાએ દીર્ઘ વિચાર કર્યા વિના, આચાર્ય ભગવંતને મળી, તેમનો ખુલાસો લીધા વિના, દુષ્ટ પાલકને શિક્ષા કરવાનું કામ સોંપી દીધું. જો સત્ય સમજવાની થોડી પણ ધીરતા હોત તો ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે જઈને પણ ખુલાસો કરી શકત. 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ.'
રાજા મહેલમાં ચાલ્યો ગયો, તેણે રાણીને પણ વાત ન કરી. પુરંદરયશા તો ખૂબ આનંદનો અનુભવ કરી રહી હતી. આજે ઘણા સમયે તેને પોતાના ભાઈનાં દર્શન થયાં હતાં,
પાલકની ખુશી સમાતી નથી. વેરનો બદલો લેવા તે થનગની ઊઠ્યો. તેણે રાજાના પાંચ - દશ ખુશામતખોરો સાથે લીધા અને કુંદકાચાર્ય પાસે આવ્યો. ઉદ્ધતાઈપૂર્વક તેણે આંદકાચાર્યને કહ્યું:
હે દંભી રાજકુમાર, તારી કપટજાળ છેદાઈ ગઈ છે. તારી આશાઓ ધૂળમાં મળી ગઈ છે. તે ઉદ્યાનમાં છુપાવી રાખેલાં શસ્ત્રો ખુલ્લાં થઈ ગયાં છે. અને મહારાજા દંડકે તને રાજ્યનો અપરાધી ઘોષિત કર્યો છે.'
હે પાલક, તું શું બોલે છે? શાનાં શસ્ત્રો અને શાની વાત! અમે નિગ્રંથ સાધુઓ છીએ. અમારે શસ્ત્રોનું શું પ્રયોજન છે?' કુંદકાચાર્યે શાંત સ્વરે જવાબ આપ્યો.
“અરે હજુ તું નિર્દોષ દેખાવાનો ડોળ કરે છે? કુંભકારકટનું રાજ્ય લેવાની તમન્ના હમણાં જ ધૂળમાં મળી જશે. હવે તું તારો બચાવ કરવાનું ત્યજી દે.’
‘પાલક, અમારે રાજ્યનું શું કામ છે? શ્રાવસ્તિનું રાજ્ય પણ ત્યજી દીધું છે. મિથ્યા દોષારોપણ કરી તું શા માટે પાપથી ભારે થાય છે?'
For Private And Personal Use Only