________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૭૧ શ્રાવાસ્તિની રાજસભામાં થયેલા પરાભવથી બળી રહ્યું હતું. પરાભવનો ઘા હજુ રુઝાયો ન હતા. તે જાણતો હતો કે “જીંદકાચાર્ય એ જ રાજકુમાર છે, જેણે મારો ભરેલી સભામાં પરાભવ કર્યો હતો.”
પાલક પાસે માત્ર એક રાતનો સમય હતો. આચાર્ય નગરમાં આવી ગયા પછી એ કંઈ કરી શકે એમ ન હતો. તેણે એક પ્રહર સુધી ખૂબ વિચાર્યું. તેને એક ઉપાય સૂયો. રાત્રિના સમયે તે રાજભંડારી પાસે પહોંચ્યો. શસ્ત્રાગારનો અધિકારી પણ રાજભંડારીનો માણસ હતો. તેણે રાજભંડારીને જગાડ્યો અને કહ્યું:
ભંડારીજી, શસ્ત્રાગારમાંથી તત્કાળ શસ્ત્રોની જરૂર છે. મહારાજની આજ્ઞા છે, માટે શસ્ત્રાગાર ખોલી આપો.'
મહારાજની આજ્ઞા છે?” હા.” રાજભંડારી જાણતો હતો કે પાલક મહારાજાનો ખાસ અંગત દૂત છે. પાલકની વાત પર વિશ્વાસ મૂકી ભંડારીએ શસ્ત્રાગાર ખોલી આપ્યો. પાલકે શસ્ત્રાગારમાંથી પાંચસો સુભટોને જોઈએ તેટલાં શસ્ત્રો બહાર કાઢ્યાં. શસ્ત્રાગાર બંધ કરીને ભંડારી ઘર તરફ વળ્યો. રસ્તામાં, પાલકે પાછળથી આવી સખત, પ્રહાર કર્યો. ભંડારીની ખોપરી ફાટી ગઈ અને તે મોતને શરણે થયો.
શસ્ત્રો લઈ પાલક નગર બહાર આવ્યો. જે ઉદ્યાનમાં આચાર્ય ને પાંચસો સાધુઓ સાથે ઉતારવાના હતા તે ઉધાનમાં તેણે ઠેકાણે ઠેકાણે શસ્ત્રો સંતાડવા માંડ્યાં. આખી રાત તેણે આ કાર્યમાં વિતાવી. તેને પોતાની યોજના પાર પડતી લાગી.
પ્રભાતે અંદાચાર્ય પાંચસો શિષ્યોના પરિવાર સાથે કુંભકારકટ નગરમાં પધાર્યા. બાહ્ય ઉદ્યાનમાં તેમણે સ્થિરતા કરી. રાજા દંડક પરિવાર સાથે વંદનાર્થે ઉદ્યાનમાં આવ્યો. આચાર્ય ભગવંતે સંવેગ-વૈરાગ્યમયી દેશના આપી. જનસમુઘયનાં મન પ્રસન્ન થઈ ગયાં.
રાજા દંડક અને રાણી પુરંદરયશા દેશના સાંભળી આહૂલાદિત થયાં અને મુનિઓની સુખશાતા પૂછી નગરમાં પાછા આવ્યાં. પાલક રાહ જોઈને જ બેઠો હતો. મહારાજ દંડક, ભોજન ઇત્યાદિ નિત્યકર્મથી પરવારી બેઠા હતા, ત્યાં પાલક પહોંચી ગયો.
મહારાજા, એક અત્યંત ગુપ્ત સમાચાર પ્રાપ્ત થયા છે.” કહે શું છે?' દંડક પાલક સામે જોઈ કહ્યું.
For Private And Personal Use Only