________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૯
જૈન રામાયણ
સુગંધી જેલની સુવાસથી આકર્ષાઈ એક પક્ષી ત્યાં આવ્યું. ગુફાની પાસે જ એક વિશાળ વૃક્ષ પર એ પક્ષીનો વાસ હતો અને તે ઘણા સમયથી રોગી હતું. પક્ષીએ મુનિવરોનાં દર્શન કર્યા. તેણે અવર્ણનીય આનંદ અનુભવ્યો. તેને એવો અનુભવ થયો કે “મેં ક્યાંક આવા સાધુ જોયેલાં છે...” ઊહાપોહ થતાં તેને ત્યાં જ “જાતિસ્મરણ જ્ઞાન' થયું. પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તે મૂચ્છિત થઈ ભૂમિ પર પડ્યું.
સીતાજી મૂછિત પક્ષી પર શીતલ જલનો છંટકાવ કરવા લાગ્યાં. પક્ષીની મુચ્છ દૂર થઈ ગઈ. પક્ષી મનિ ચરણોમાં જઈ પડ્યું. મુનિચરણના સ્પર્શમાત્રથી પક્ષી નીરોગી બની ગયું.
તેની પાંખો હેમમયી બની ગઈ. તેની ચાંચ લાલ વિદ્ગમ સમાન બની ગઈ. પદ્મરાગરત્ન જેવા તેના પગ બની ગયા. આખા શરીરે જાણે વિવિધ રત્નો જડ્યાં હોય તેવું તેનું શરીર બની ગયું. તેના માથે રત્નસદશ જટા થઈ ગઈ. ત્યારથી એ પક્ષી “જટાયુ' નામે પ્રસિદ્ધ થયું.
શ્રી રામ, ક્ષણ બે ક્ષણમાં જે અવનવી, અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના બની ગઈ, તેથી વિસ્મિત થઈ ગયા. લક્ષ્મણજી અને સીતાજી પણ અવાક બની જોઈ જ રહ્યાં. શ્રી રામે મુનિવરોને પૂછ્યું:
હે મહર્ષિ, આ ગીધ પક્ષી કે જે માંસાહારી છે, મડદા પર જ જેની દૃષ્ટિ હોય છે. તે આપનાં ચરણોના સ્પર્શમાત્રથી એ કેવી રીતે નીરોગી બન્યું? અત્યંત કદરૂપા અવયવો ક્ષણમાં સ્વ-રત્નમય કેવી રીતે બની ગયા?' સુગુપ્ત મહર્ષિએ સમાધાન કરતાં કહ્યું: હે નર શ્રેષ્ઠ, ઘણાં વર્ષો પહેલાંની વાત છે.
આ સ્થળે પૂર્વ “કુંભકારકટ' નામનું નગર હતું. તેનો રાજા હતો દંડક. તમે એ વાત યાદ રાખજો કે ગીધ પક્ષીનો જીવ જ એ દંડક-રાજા હતો!' મહર્ષિએ વાતને આગળ લંબાવી.
એ સમયે શ્રાવસ્તિ નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેની પત્નીનું નામ હતું ધારિણી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ હતું કુંદક.
કુમાર કુંદકને એક બહેન હતી. તેનું નામ પુરંદર શા. રાજા જિતશત્રુએ પુત્રીને રાજા દંડક સાથે પરણાવી હતી.
એક દિવસની વાત છે.
For Private And Personal Use Only