________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૬૭ અનન્તવીર્ય કેવળીની પર્ષદામાં એ અનલપ્રભ બીજા દેવોની સાથે ગયેલો. ભક્તિથી નહિ, કુતૂહલથી! દેશના અંતે કેવળજ્ઞાનીને એક મુનિએ પૂછયું : “મહામુનિસુવ્રત ભગવંતના ધર્મતીર્થમાં આપના પછી કોણ કેવળજ્ઞાની થશે?”
કેવળજ્ઞાનીએ ફરમાવ્યું: “મારું નિર્વાણ થયા પછી કુલભૂષણ અને દેશભૂષણ નામના બે ભાઈઓ કેવળજ્ઞાની બનશે.”
આ સાંભળીને તે મિથ્યાત્વી દેવ પોતાના સ્થાને ગયો. એક દિવસ વિભંગજ્ઞાનથી તેણે અમને અહીં કાયોત્સર્ગધ્યાનમાં ઊભેલા જોયા. અમને કેવળજ્ઞાન ન થવા દેવા માટે તેણે અમારા ધ્યાનમાં ભંગ કરવાનો નિર્ણય કર્યો. મિથ્યાત્વી એટલે અનંતવીર્ય કેવળીના વચનને મિથ્યા ઠેરાવવાનો એણે મિથ્યા પ્રયત્ન આદર્યો!
ચાર-ચાર દિવસથી એનો પ્રયત્ન ચાલુ હતો. એ રોજ રાત્રે આવી આખી રાત ઉપસર્ગ કરતો! આજે તમે આવ્યા, તમારો પુણ્યપ્રભાવ એ સહી ન શકયો અને ભાગી ગયો, પરંતુ કર્મક્ષયમાં એ ઉપસર્ગ કરીને અમને સહાયક બન્યો! કેવળજ્ઞાનીના પિતા દેવ મહાલોચને શ્રી રામને કહ્યું :
પુણ્યવંત! તમે અહીં પધારી ખૂબ સારું કામ કર્યું. કહો, હું તમારો શું પ્રત્યુપકાર કરું?”
ગરુડાધિપતિ! અમારે કોઈ પ્રયોજન નથી. અમને તો કેવળજ્ઞાની ભગવંતની ભક્તિનો અપૂર્વ અવસર મળ્યો, એ ઘણો છે!”
તો પણ હે નર શ્રેષ્ઠ! કયાંય હું પ્રત્યુપકાર કરીશ!” એમ કહી દેવ અંતર્ધાન થઈ ગયા.
પ્રભાતનો સમય થયો.
વંશસ્થલ નગરનો રાજા સુરપ્રભાગિરિ પર આવી પહોંચ્યો. તેણે કેવળજ્ઞાની મહાત્માઓને વંદન કરી, શ્રી રામને પ્રણામ કર્યા અને બહુમાનપૂર્વક તેમની ભક્તિ કરી. શ્રી રામે સુપ્રભરાજાને પ્રેરણા કરી:
રાજન આ ગિરિ પર, આ જગ્યાએ પરમાત્મા જિનેશ્વરદેવનું ભવ્ય મંદિર બનાવો.”
જેવી દશરથનંદનની આજ્ઞા.” રાજા સુરપ્રભે ત્યાં ભવ્ય જિનમંદિરનું નિર્માણ કર્યું અને ત્યારથી એ પહાડ “રામગિરિ' નામે પ્રસિદ્ધ થયો. શ્રી રામે ત્યાંથી આગળ પ્રયાણ કર્યું
૦ ૦ ૦
For Private And Personal Use Only