________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
દંડકારણ્યમાં એકાંતમાં.' પાલક મહારાજાને ગુપ્ત મંત્રણાગૃહમાં લઈ ગયો.
કૃપાનાથ, તત્કાળ મારી વાત આપના માનવામાં નહીં આવે. પણ મારી વાત ખૂબ મહત્ત્વની અને સત્ય છે.'
‘તું કહે.” . “આજે નગરમાં જે સ્કંદકાચાર્ય આવ્યા છે, તે વાસ્તવમાં સાધુ નથી. માત્ર સાધુનો વેશ સજી કોઈ દુષ્ટ ઇરાદાથી અહીં આવેલ છે.'
તું શું બોલે છે?' રાજા દંડક ઊભા થઈ ગયા. પાલક સામે તિરસ્કાર વરસાવતાં તેઓ બોલી ઊઠ્યા.
મારા નાથ, હું સાચું બોલું છું, &દકને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તે પાંચસો સહસંયોધી યોદ્ધાઓને નિવેશમાં સાથે લઈ આવ્યો છે. ખરેખર, એ પાખંડીની દાનત બૂરી છે.”
ખોટી વાત, બિલકુલ ખોટી...' રાજા રોષથી સળગી ઊઠ્યા.
હું માત્ર કલ્પનાથી વાત કરતો નથી. સાબિતી બતાવું પછી તો માનશો ને મારા રાજા?'
બતાવ સાબિતી.”
જે ઉદ્યાનમાં આચાર્ય ઊતર્યા છે, તે ઉદ્યાનમાં ઠેર ઠેર શસ્ત્રો છુપાવેલાં છે. આપ તપાસ કરાવો, આ એક સાબિતી.”
બીજી?” “આજે રાત્રે આપના શસ્ત્રાગારના અધિકારીની હત્યા કરવામાં આવી છે, આ બીજી સાબિતી.”
મારે તપાસ કરવી પડશે.' રાજા દંડકે પોતાના ગુપ્તચરોને બોલાવ્યા. જે સ્થળે આચાર્યનો નિવાસ હતો, તે સ્થાનને અનેક ઠેકાણેથી ખોદાવ્યું. ખોદકામ થતાં શસ્ત્રો નીકળવા લાગ્યાં! રાજાના મનમાં ખૂબ વિષાદ થયો. પાલક સાથે જ હતો.
મહારાજા, આ સ્કંદક ધારે તો એક દિવસમાં આપનું રાજ્ય પડાવી લે, અને કુંભકારકટ નગરનો રાજા બની શકે!' પાલકે રાજાના ગળે વાત ઉતારવાનો પાસી ફેંક્યો.
For Private And Personal Use Only