________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
અવનવી ઘટનાઓ
કેવળજ્ઞાની મહાત્માએ શ્રી રામના પ્રશ્નનું વિસ્તારથી સમાધાન કર્યું. શ્રી રામની જિજ્ઞાસા વધતી જતી હતી. રાત્રિની નીરવ શાંતિમાં; દેવોની પર્ષદામાં શ્રી રામ, લક્ષ્મણજી તથા સીતાજી અપૂર્વ આહ્લાદ અનુભવી રહ્યાં હતાં. શ્રી રામે પૂછ્યુંઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભગવંત, આપને આ જીવનમાં વૈરાગ્ય શાથી થયો? કૃપા કરીને કહેશો?' ‘હે મહાભાગ, બાલ્યવયમાં જ અમને પિતાજીએ ઘોષ નામના ઉપાધ્યાય પાસે અધ્યયન કરવા મોકલી દીધા હતા. બાર વર્ષ અમે અધ્યયન કરી સર્વ કળાઓમાં નિપુણતા મેળવી. તેરમા વર્ષે અમારા ઉપાધ્યાય અમને સાથે લઈ રાજધાનીમાં આવ્યા. અમે રાજમહેલના ઝરૂખામાં એક સુંદર, સુડોળ યુવાન બાળાને જોઈ, એના પ્રત્યે અનુરાગવાળા બન્યા. પરંતુ તરત અમારા મનને વાળી લઈ અમે પિતાજી પાસે પહોંચ્યા. રાજસભામાં અમે અમારી સર્વ કળાઓ બતાવી. રાજા પ્રસન્ન થઈ ગયા. ઉપાધ્યાયને ખૂબ દાન આપી, બહુમાનપૂર્વક વિદાય કર્યા.
પિતાજીની આજ્ઞાથી અમે માતાને પ્રણામ કરવા માતા પાસે પહોંચ્યા, માતાની પાસે અમે એ જ કન્યાને જોઈ કે જેને અમે મહેલના ઝરૂખામાં પહેલાં જોઈ હતી!
માતાના ચરણોમાં પ્રણામ કરી અમે માતા પાસે બેઠા. માતાએ કહ્યું :
‘આ તમારી બહેન કનકપ્રભા છે! તમે ઉપાધ્યાયને ઘેર ગયા પછી આનો જન્મ થયો હતો, તેથી તમે ન ઓળખી શકો!'
અમે તો મનમાં ને મનમાં ખૂબ ખિન્ન થઈ ગયા. ‘અહો, બહેનના ભોગની અભિલાષા કરી. અમને ધિક્કાર હો.’ બસ, એ જ ક્ષણે અમને વૈરાગ ઊપજ્યો; અને ગુરુદેવનાં ચરણોમાં જઈ ચારિત્ર સ્વીકારી લીધું.'
શ્રી રામ કેવળજ્ઞાની મહાત્માના વૈરાગ્યનું કારણ જાણી ખૂબ વિસ્મિત થયા અને તેઓ કેવળજ્ઞાનીનાં ચરણમાં ઝૂકી પડ્યા. કેવળજ્ઞાની મહાત્માએ કહ્યું:
‘અમારા વિરહથી અમારા પિતાજીએ અનશન કરી દીધું અને કાળ કરીને ‘મહાલોચન’ નામના દેવ બન્યા. અમારા પર ઉપસર્ગ થયો, તેમનું આસન કંપ્યું. ‘અવધિજ્ઞાનથી તેમણે અમને જોયા. પૂર્વભવના સ્નેહથી પ્રેરાઈ તેઓ અહીં આવ્યા છે.’
પેલા અનલપ્રભ દેવને અમારી ખબર કેવી રીતે પડી, તે પણ તમે જાણી લો!
For Private And Personal Use Only