________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૪
અવનવી ઘટનાઓ ઉપયોગા વસુભૂતિના ઘેર જવા લાગી, પરંતુ વસુભૂતિની પત્નીને ઉપયોગાનું વારંવાર આગમન ખટકવા લાગ્યું. તે વસુભૂતિ સાથે ઝઘડવા લાગી. છેવટે કંટાળીને વસુભૂતિએ ઉપયોગાને ખાનગીમાં કહ્યું:
તું અહીં રોજ આવે છે તેથી મારી પત્ની ઝઘડા કરે છે. માટે હું તારે ઘરે આવીશ.
એક કામ કરવું પડશે?” “શું?” બંને પુત્રોને એમના પિતાની પાસે મોકલી દે! અર્થાત્ વધ..” સમજી ગયો!'
બંનેનો વાર્તાલાપ વસુભૂતિની પત્ની સાંભળી ગઈ. તેણે જઈને ઉપયોગાના પુત્રો ઉદિત-મુદિતને સાવધાન કરી દીધા અને કહ્યું : "વસુભૂતિ તમારો વધ કરશે, તમારી માએ એને કહ્યું છે! માટે સાવધાન રહેજો! ઉદિત રોષથી ધમધમી ઊઠ્યો.
બીજે દિવસે સંકેત મુજબ વસુભૂતિ ઉપયોગાના ઘેર આવી પહોંચ્યો. ઉદિતા ગુપ્ત સ્થાને ખુલ્લી તલવાર સાથે ઊભો હતો. જેવો વસુભૂતિ ઘરના મધ્યભાગમાં પ્રવેશ્યો, ઉદિતે એક સખત પ્રહાર કર્યો. વસુભૂતિનું ગળું કપાઈને જમીન પર તૂટી પડ્યું, ઉપયોગા બેબાકળી અને ભયભ્રાન્ત બની ગઈ. તે ઘર ત્યજી ભાગી નીકળી.
વર્ષો વીત્યાં.
પદ્મિની નગરમાં “મતિવર્ધન' નામના મહર્ષિ પધાર્યા. રાજા વિજયપર્વત પોતાના દૂતપુત્રો ઉદિત-મુદિત સાથે ધર્મદેશના સાંભળી વૈરાગી થયો. તેણે ચરિત્ર સ્વીકાર્યું. સાથે ઉદિત-મુદિતે પણ ચારિત્ર સ્વીકાર્યું.
ચારિત્રની આરાધનામાં એકરસ બની ઉદિત-મુદિત કર્મક્ષય કરવા લાગ્યા. એક સમયે બંને મુનિ-ભ્રાતા સમેતશિખર મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યા. વચ્ચે માર્ગ ભૂલ્યા! તેઓ એક ઘોર પલ્લીમાં જઈ ચડ્યા. તે પલ્લીનું નામ હતું નવપલ્લી.
ઉદિતના હાથે મરાયેલો વસુભૂતિ કરીને આ પલ્લીમાં જન્મ્યો હતો. આ પલ્લી પ્લેચ્છોની હતી. બે મુનિઓને જોઈ, પેલો પ્લેચ્છ તેમને મારવા દોડ્યો. પરંતુ પ્લેચ્છના અધિપતિએ તેને રોક્યો અને મુનિઓને સમેતશિખરનો માર્ગ બતાવ્યો. કુલભૂષણ મહર્ષિ એકધારા બોલી રહ્યા હતા. ત્યાં શ્રી રામે પૂછ્યું: પ્રભો! પ્લેચ્છોના અધિપતિએ મુનિઓને કેમ બચાવ્યા?”
For Private And Personal Use Only