________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
અવનવી ઘટનાઓ સૂર્ય અસ્ત થયો. રાત્રિનો કાળો અંધકાર પહાડ પર છવાઈ ગયો. ગીત નૃત્ય બંધ કરી શ્રી રામ સતર્ક થઈને બેઠા. તેમની ધરણા હતી કે રાત્રિના અંધકારમાં જ રૌદ્ર ધ્વનિ કરનાર વ્યક્તિ દેખાશે. તેમની ધારણા સાચી પડી.
આકાશમાં કાળી-કાળી આકૃતિઓ ઊભરાવા લાગી. ધીરે ધીરે એ આકૃત્તિઓ બે મહામુનિ પાછળ પથરાઈ ગઈ. થોડી વારમાં એક દિવ્ય આકૃતિ, ભયાનક રૂપવાળી, મહામુનિઓની સમક્ષ આવી અને રોદ્ર અટ્ટહાસ્ય કરવા લાગી. એ વિકરાળ વિતાલ હતો. પેલી બીજી આકૃતિઓએ પણ બીભત્સ ચેનચાળા કરી મુનિઓ ઉપર ઉપદ્રવ કરવા શરૂ કર્યા.
શ્રી રામે લક્ષ્મણજી સામે જોયું. વૈદેહીને મુનિચરણો પાસે બેસાડી, બાંધવબેલડી મહાકાલ સદશ બની એ દુષ્ટ વેતાલ પર તૂટી પડી. શ્રી રામ અને લક્ષ્મણજીના દુઃસહ તેજ-પ્રતાપ આગળ વેતાલ ટકી ન શકયો. તે નિસ્તેજ થઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો. તેની પાછળ તેણે પાથરેલી માયાજાળ પણ સમેટાઈ ગઈ. એ જ સમયે બે મુનિઓને કેવળજ્ઞાન પ્રગટ્ય
કેવળજ્ઞાન મહોત્સવ કરવા સ્વર્ગલોકના દેવો આવી પહોંચ્યા અને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીએ પણ કેવળજ્ઞાની મહાત્માઓની ખૂબ સ્તવના, ભક્તિ કરી.
શ્રી રામે કેવળજ્ઞાની મહામુનિને પ્રણામ કરી પૂછયું :
પ્રભો, હમણાં પેલો વેતાલ આપના પર ઉપસર્ગ કરવા આવેલો તે કોણ છે? ઉપસર્ગ કરવા પાછળનું પ્રયોજન શું હતું? કુલભૂષણ મહર્ષિએ પ્રત્યુત્તર આપતાં કહ્યું:
હે બલદેવ! તે વેતાલનું નામ છે અનલપ્રભ. એ શા માટે ઉપસર્ગ કરતો હતો, તે વાત લાંબી છે, પરંતુ ઘણાં રહસ્યોથી ભરેલી છે.
પ્રભો, રાત્રિ મોટી છે, આપના મુખે એ વાત સાંભળતાં ઘણો જ આનંદ આવશે.” કુલભૂષણ મહર્ષિએ અતીતના એ ભેદ ખોલવા શરૂ કર્યા: તે કાળે તે સમયે
પદ્મિની' નામની નગરી હતી. “વિજયપર્વત' નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. તે રાજાને એક પ્રિય દૂત હતો, તેનું નામ અમૃતસ્વર. તે દૂતની પત્નીનું નામ ઉપયોગી હતું. તેને બે પુત્રો હતા. એકનું નામ ઉદિત અને બીજાનું નામ મુદિત. તે અમૃતસ્વરને એક મિત્ર હતો. તેનું નામ વસુભૂતિ. વસુભૂતિ બ્રાહ્મણ હતો. અમૃતસ્વરના ઘેર રોજ વસુભૂતિ આવે. અમૃતસ્વરની પત્ની ઉપયોગી વસુભૂતિમાં આસક્ત બની.
For Private And Personal Use Only