________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ૦
અવનવી ઘટનાઓ
‘આપ ખુદ લક્ષ્મણજી!' રાજાના હર્ષની સીમા ન રહી. લક્ષ્મણજીને પોતાની સાથે સિંહાસન પર બેસાડ્યા અને સભાજનોને ઉદ્દેશી કહ્યું:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું ક્ષેમાંજલિના નગરવાસીઓ, આજે આનંદની કોઈ અવિધ નથી. પુત્રી જિતપદ્માના પુણ્યોદયની કોઈ સીમા નથી. દશરથનંદન શ્રી રામ અને લક્ષ્મણજી આપણા દ્વારે પધાર્યા છે. લક્ષ્મણજી મારા જમાઈ બન્યા છે. ચાલો આજે આપણે ઉત્સવ ઊજવીએ. આપણે સહુ બાહ્ય ઉદ્યાનમાં જઈ પુણ્યપુરુષ શ્રી રામ અને સીતાજીને સ્વાગત સાથે નગરમાં લઈ આવીએ.’
નગ૨વાસીઓએ ‘દશરથનંદનનો જય' ના પોકારો કર્યા અને રાજા લક્ષ્મણજી સાથે બાહ્ય ઉદ્યાનમાં આવ્યા. હજારો નગરવાસીઓથી ઉઘાન ઊભરાઈ ગયું. રાજા શત્રુદમને શ્રી રામના ચરણમાં વંદન કરી નગરમાં પધારવા અભ્યર્થના કરી.
ભવ્ય સ્વાગત સાથે શ્રી રામે ક્ષેમાંજલિ નગરમાં પ્રવેશ કર્યો. મહારાણી કનકાદેવીએ શ્રી રામના લલાટે તિલક કર્યું. રાજાએ શ્રી રામની ભાવપૂર્વક પૂજા કરી. લક્ષ્મણજીએ જિતપદ્માંનો વૃત્તાંત સીતાજીને કહી સંભળાવ્યો. સીતાજી પ્રસન્ન થઈ ગયાં. ‘જિતપદ્મા’ને પોતાના ઉત્સંગમાં લઈ સીતાજીએ સ્નેહનો ધોધ વરસાવ્યો. શ્રી રામે આશિષ આપી.
થોડા દિવસ શત્રુદમન રાજાનું આતિથ્ય સ્વીકારી શ્રી રામે આગળ વધવાનું સૂચન કર્યું. જિતપદ્માએ સાથે આવવાનો આગ્રહ કર્યો. લક્ષ્મણજીએ તેને સમજાવીને કહ્યું.
પર્વતની હારમાળા.
સંધ્યાનો સોહામણો પ્રદેશ.
‘હે પ્રિર્ય, પાછા વળતાં હું તને સાથે લઈ જઈશ. વનવાસ તને નહીં ફાવે અને આર્યપુત્રની સેવામાં મને વિઘ્ન આવશે, માટે આગ્રહ ન કર.'
સ્વામીનાથ, આપની સાથે વનમાં પણ ચમન રહેશે. હું આપને વિઘ્નભૂત નહીં બનું. મને સાથે લઈ ચાલો.'
‘જિતપદ્મા, તું વિશ્વાસ રાખ, હું તને નહિ ભૂલું, પાછા વળતાં તને લઈને અયોધ્યા જઈશ. વનવાસની વિકટ પરિસ્થિતિમાં તને સાથે લઈ જતાં મન માનતું નથી.’
જિતપદ્માએ વધુ આગ્રહ કે હઠ ન પકડી, શ્રી રામે રાત્રિના સમયે ક્ષેમાંજલિ નગરથી પ્રયાણ ક્યું.
For Private And Personal Use Only