________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉ૭. દંsઠાથમાં છે દંડકારણ્ય' ઘોર બિહામણું વન!
શ્રી રામે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. વન્ય પશુઓ, સપ, કોટાઓ, ખાડાટેકરાઓ વગેરેથી આ વન અતિ ભયાનક હતું. પરંતુ નિર્ભય શ્રી રામ, એ વનમાં ચાલ્યા જ ગયા. દૂરથી તેમણે એક નાનો પહાડ જોયો. તેનું નામ હતું મહાગિરિ, લક્ષ્મણજીએ એ પહાડની ગુફામાં નિવાસ કરવા વિચાર્યું. પહાડની તળેટીમાં આવી શ્રી રામ અટકયા.
હે આર્યપુત્ર, આપ અહીં થોડો સમય વિશ્રામ કરો, હું પહાડમાં કોઈ સુરક્ષિત ગુફાની શોધ કરું.” લક્ષ્મણજી શ્રી રામની આજ્ઞા લઈ પહાડની કેડીએ ચાલ્યા. તેઓએ પહાડની ઊંચાઈ પર ગુફા પસંદ ન કરી, પરંતુ તળેટીથી થોડી જ ઊંચાઈએ એક સારી ગુફા તેમને મળી ગઈ. ગુફાનું સારી રીતે નિરીક્ષણ કરી લક્ષ્મણજી શ્રી રામ પાસે આવ્યા અને શ્રી રામ તથા સીતાજીને ગુફામાં લઈ ગયા. સીતાજીને ગુફા ગમી ગઈ. આ તો જાણે આપણું ઘર જોઈ લો!” સીતાજીએ લક્ષ્મણ સામે જોઈ કહ્યું. દિવસો આનંદથી વીતવા લાગ્યા. વન્યાહાર અને સરોવરનાં નિર્મળ નીરથી આ મહાપુરુષો તૃપ્તિ માનવા લાગ્યા.
એક દિવસની વાત છે. ભોજનવેળા થઈ ગઈ હતી. શ્રી રામ અને લક્ષમણજી ભોજન માટે બેસી ગયા હતા. સીતાજીએ લીલાંછમ વન્ય વૃક્ષપત્રોમાં ફળાહાર પીરસ્યો ત્યાં આકાશમાર્ગે ને તેજસ્વી મહામુનિઓ ગુફાને દ્વારે ઊતર્યા. અચાનક મુનિવરોને પધારેલા જોઈ, શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી ઊભાં થઈ ગયાં. મુનિવરોને વંદના કરી અને ગુફામાં આહાર માટે વિનંતી કરી.
બંને મુનિવરો બે મહિનાના ઉપવાસી હતા. આજે તેમને પારણું હતું. ઉચિત અન્ન-પાનથી સીતાજીએ મુનિઓને ભિક્ષા આપી. દેવોએ રત્નોની વૃષ્ટિ કરી, સુગંધી જલની વૃષ્ટિ કરી.
એ સમયે કમ્બુદ્વીપના અધિપતિ વિદ્યાધરેન્દ્ર રત્નજી બે દેવો સાથે ત્યાં આવ્યા અને શ્રી રામને એક દિવ્ય રથ અને અશ્વ ભેટ આપ્યાં.
For Private And Personal Use Only