________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* 3. બીજો વિસામો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ સૂકો અને નિર્જલ પ્રદેશ. મધ્યાહ્નનો સમય અને પ્રચંડ તાપ.
શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી એક વૃક્ષ નીચે વિસામો લેવા બેઠાં. સીતાજી તૃષાતુર થયાં હતાં. શ્રીરામે પાણી લાવવા માટે લક્ષ્મણજીને સૂચવ્યું. લક્ષ્મણજી દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા. થોડે દૂર ગયા ત્યાં લીલાંછમ વૃક્ષો અને ભૂમિનાં દર્શન થયાં. તેમને આશા બંધાઈ. તેઓ ઝડપથી આગળ વધ્યા ત્યાં, તેમણે એક વિશાલ સુરમ્ય સરોવર જોયું. નિર્મળ નીરથી ભરેલું અને પવિત્ર પંકજોથી અંકાયેલું. સરોવરનો તટ આમ્રવૃક્ષોની ઘટાથી શણગારાયેલાં હતો. અશોક અને ચંપકનાં વૃક્ષોના લતામંડપો પથિકોને આકર્ષી રહેલા હતા. સરોવરની પાળે બાંધવામાં આવેલાં વિશ્રામગૃહો અને ઉદ્યાનો જૂઈ, કેતકી અને મોગરાનાં પુષ્પોની સોડમથી મહેંકી ઊઠ્યાં હતાં. મદમંદ વહેતા સુગંધી વાયુની સાથે લક્ષ્મણજી સોવરના એક ઓવારે આવી પહોંચ્યા, તેમને પાણી લઈને પાછા વળવું હતું.
પરંતુ સીતાજીને લ્દી પાણી મળવાનું હોય તો ને! લક્ષ્મણજી સોવરના તીરે નિસર્ગનું સૌન્દર્ય નિહાળતા ઊભા હતા. ત્યાં જ એક રાજપુરુષોનો મોટો કાફલો આવી લાગ્યો. સૌથી આગળ અશ્વારૂઢ યુવાન ખૂબસૂરત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો રાજા કલ્યાણમાલ હતો. કુબરનગરનો તે અધિપતિ હતો.
યુવાન કલ્યાણમાલે લક્ષ્મણજીને જોયા. લક્ષ્મણજીએ કલ્યાણમાલને જોયો. બન્નેની દૃષ્ટિઓ મળી. કલ્યાણમાલ લક્ષ્મણજીને જોઈ અવનવી લાગણીઓ અનુભવવા લાગ્યો. તેના અંગેઅંગમાં મન્મથ વ્યાપી ગયો. લક્ષ્મણજી યુવાન રાજાને જોઈ રહ્યા. તેમનું મન શંકાશીલ બન્યું. 'આ યુવાન પુરુષવેશમાં ભલે હો, પરંતુ છે સ્ત્રી! તેની મુખાકૃતિ અને શરીર પુરુષનું નથી.' તેઓ મનમાં વિચારે છે ત્યાં કલ્યાણમાલ નજીક આવે છે.
‘હે સત્પુરુષ, આવો અમારી સાથે ભોજન કરો.'
લક્ષ્મણજીએ કલ્યાણમાલની સામે જોયું. એનો અવાજ સાંભળી લક્ષ્મણજીની ધારણાને બળ મળ્યું.
‘આપનો પરિચય?' લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો. કલ્યાણમાલની સાથેના મંત્રીએ પરિચય આપ્યો.
For Private And Personal Use Only