________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
વિજયપુરમાં સૈનિકોએ ઉદ્યાનને ઘેરી લીધું. સેનાપતિએ સૈનિકો સાથે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો; શસ્ત્રો સાથે શ્રી રામ તરફ સેનાપતિ ધસી ગયો. લક્ષ્મણજીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેમણે ધનુષ્યને હાથમાં ઉઠાવ્યું, ધનુષ્યની દોરી કાન સુધી ખેંચીને ટંકાર કર્યો. લક્ષ્મણજીના ધનુષ્યનો ટંકાર!
મહીધરના સૈનિકો થરથરી ગયા, તેમનાં ગાત્રો કાંપવા લાગ્યાં, હૃદય ત્રાસ પામી ગયાં. મહીધરે ટંકારધ્વનિ સાંભળ્યો, “આ કોણે ધનુષ્યટંકાર કર્યો? કોઈ મહાપુરુષ છે..” મહીધર આગળ આવ્યા. નજીક આવી તેમણે ધારીને જોયું; “આ લમણજી તો નહિ?” રાજાએ શસ્ત્રો નીચે મૂકી દીધાં. સૈન્ય ઊભું રહી ગયું. રથારૂઢ મહીધરે કહ્યું: | "હે દશરથનંદન, ધનુષ્યની દોરી છોડી દો, મારી પુત્રીના મહાન પુણ્યથી આપ અહીં પધાર્યા છો.'
મહીધરે વૃક્ષની નીચે શ્રી રામને જોયા. તે રથ પરથી નીચે ઊતરી ગયો અને શ્રી રામ પાસે જઈ તે બોલ્યો :
“હે કૃપાવંત, આપના અનુજ સૌમિત્રી પ્રત્યે મારી પુત્રી ઘણા સમયથી અનુરાગી હતી, તેથી મેં નિર્ણય કર્યો હતો કે વનમાલાનું પાણિગ્રહણ સૌમિત્રી સાથે કરવું, પરંતુ જ્યારે સમાચાર મળ્યા કે શ્રી રામની સાથે લક્ષ્મણજી પણ વનવાસે નીકળી ગયા છે, ત્યારે હું નિરાશ થઈ ગયો અને વનમાલાનું સગપણ ચન્દ્રનગરના રાજપુત્ર સાથે કર્યું. પરંતુ મારી પુત્રીનું ભાગ્ય ચમકતું છે કે ખુદ લક્ષ્મણજી જ આવી પહોંચ્યા. મારા મહાન ભાગ્યોદયે મને આવા જમાઈ મળ્યા.”
શ્રી રામે રાત્રિવૃત્તાંત મહીધરને કહી સંભળાવ્યો, ત્યારે મહીધર રાજાનો લક્ષ્મણજી પર ખૂબ સદ્ભાવ વધી ગયો. તે શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીને સ્વાગતપૂર્વક નગરમાં લઈ ગયો.
૦ ૦ ૦. વિજયપુરમાં રાજા મહીધરનું આતિથ્ય સ્વીકારી શ્રી રામ રોકાયા છે. રાજસભા ભરાઈ છે.
રાજા મહીધરની સાથે શ્રી રામ-લક્ષ્મણજી પણ રાજ્યસિંહાસને બેઠેલા છે. રાજસભાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં પ્રતિહારી આવીને પ્રણામ કરે છે અને નિવેદન કરે છે :
નંદ્યાવર્તપુરથી રાજદૂત આવેલો છે અને આપની સેવામાં ઉપસ્થિત થવા માગે છે.'
For Private And Personal Use Only