________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s9. અવનવી ઘટનાઓ પર નાથ, આજે જ મારું પાણિગ્રહણ કરી, મને સાથે જ લઈ જાઓ.”
પ્રિયે, આર્યપુત્રની શુશ્રુષામાં રહેલો છું. તને સાથે લઈ જવાથી શુશ્રુષાના કાર્યમાં ક્ષતિ આવે.”
હું આપના કાર્યમાં વિનભૂત નહિ બનું. આપ મને સાથે લઈ ચાલો. અન્યથા મારા પ્રાણ...”
મનસ્વિની! વિહ્વળ ન થા, તું મારા હૃદયની સામ્રાજ્ઞી છો. સુયોગ્ય સમયે હું અહીં આવી પહોંચીશ અને તારી સાથે લગ્ન કરી તને લઈ જઈશ.'
પુષ્પો પર વિશ્વાસ નથી બેસતો!” વનમાલાનો આક્ષેપ સાંભળી લક્ષ્મણ હસી પડ્યા. વિજયપુર આવ્યા પછી જ્યારે શ્રી રામે આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી ત્યારે વનમાલાએ લક્ષ્મણજીને સાથે લઈ જવાનો અતિ આગ્રહ કર્યો,
“તને કેવી રીતે મારા પર વિશ્વાસ બેસે? તું કહે તે હું કરું!' લક્ષ્મણજીએ વનમાલાનો વિશ્વાસ સંપાદન કરવા કહ્યું.
એક પ્રતિજ્ઞા કરો.” શાની?” ‘જો તમે અહીં પાછા ન આવો તો તમને રાત્રિભોજનનું પાપ લાગે! કહો, છે કબૂલ?
કબૂલ!” લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી. વનમાલાને પ્રતીતિ થઈ.
૦ ૦ ૦ રાત્રિનો અંતિમ પ્રહર. બ્રાહ્મ મુહૂર્ત.
શ્રી રામે લક્ષ્મણજી તથા સીતાજી સાથે વિજયપુરથી પ્રયાણ કર્યું. વન પછી વન વટાવતાં તેઓ માંજલિ નગરે આવી પહોંચ્યાં. નગરના બહારના ભાગમાં જ પડાવ નાખ્યો. લક્ષ્મણજી નજીકના પ્રદેશોમાંથી ફળો લઈ આવ્યા, સીતાજીએ ફળોનો સંસ્કાર કર્યો. ત્રણેયે ફલાહાર કર્યો.
For Private And Personal Use Only