________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫.
વિજયપુરમાં રોમરોમમાંથી આગ વરસી રહી હતી!
વાધ જેમ હરણિયાને ઉપાડી જાય તેમ લક્ષ્મણજી અતિવીર્યને ઉપાડી નગરના મધ્યભાગમાંથી ચાલ્યા. નગરવાસીઓ, બાલ અને વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ સહુને પોતાના રાજાની આ નિ:સહાય સ્થિતિ પર ત્રાસ થયો. વિસ્ફારિત આંખે જોઈ રહ્યા. ભરતને પરાજિત કરવાના વિચાર કરતો અતિવીર્ય ભરતના અગ્રજ દ્વારા અસહાય સ્થિતિમાં મુકાઈ ગયો.
લક્ષ્મણજીએ ઉદ્યાનમાં આવી અતિવીર્યને જમીન પર પટક્યો, મજૂર જેમ માથેથી લાકડાનો ભારો ફેંકે તેમ!
સીતાજીને અતિવીર્યની સ્થિતિ જોઈ દયા આવી ગઈ. સીતાજી એટલે કરુણા મૂર્તિ. તેમણે અતિવીર્યને બંધનમુક્ત કરાવ્યો. ત્યાં શ્રી રામ સ્ત્રીસૈન્ય સાથે આવી પહોંચ્યા. લક્ષ્મણજીએ અતિવીર્ય પાસે ભરતની સેવા કરવાનું કબૂલ કરાવ્યું
જેની સેવા લેવાનાં અરમાન હતાં, તેના જ સેવક બનવાની ફરજ આવી ગઈ! સંસાર છે ને!
ક્ષેત્રદેવનું કામ પૂર્ણ થઈ ગયું. તેમણે સૈન્યનું અને રામ-લક્ષ્મણનું સ્ત્રીપણું સંહરી લીધું. સહુ મૂળ સ્વરૂપે પ્રગટ થયા. અતિવીર્યને ત્યારે ખબર પડી કે “આ તો રામ-લક્ષ્મણ છે!
અતિવીર્યે શ્રી રામ-લક્ષ્મણનો ભવ્ય સત્કાર કર્યો. પરંતુ માનભંગે તેના હૃદયને ભાંગી નાંખ્યું હતું. તેનું મન સંસારના સુખભોગથી વિરક્ત બન્યું. “શું હું ભારતની સેવા કરીશ?' તેણે ચારિત્રનો નિર્ણય કર્યો.
યુવરાજ વિજયરાજનો રાજ્યાભિષેક કર્યો અને પોતાની ચારિત્રની અભિલાષા વ્યક્ત કરી. શ્રી રામે કહ્યું:
‘રાજન, તમે મારા બીજા ભાઈ ભરત છો. તમે આનંદથી રાજ્ય કરો. ચારિત્ર ન લો.'
હે પુરુષોત્તમ, હવે તો હું આત્માનું કલ્યાણ કરીશ. સંસારના ક્ષેત્ર પર કોઈના મનોરથો પૂર્ણ થયા નથી. મારા ક્યાંથી થાય? ચારિત્ર વિના મુક્તિ નથી, ને મુક્તિ વિના પૂર્ણ સુખ નથી, પરમ શાંતિ નથી.”
મહારાજા અતિવીર્યે ચારિત્ર સ્વીકાર્યું. વિજયરથ રાજાએ બહેન રતિમાલા સાથે લગ્ન કરવા લક્ષ્મણજીને પ્રાર્થના કરી લક્ષ્મણજીએ પ્રાર્થના સ્વીકારી. અયોધ્યા જતી વખતે રતિમાલા સાથે લઈ જવાનું કહી, લક્ષ્મણજીએ વિજયપુર તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી.
For Private And Personal Use Only