________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
બસ, ક્ષેત્રદેવ શ્રી રામના પ્રત્યુત્તરની રાહ જોવા ન થોભ્યા. એમણે તરત જ પોતાના દેવી શક્તિના પ્રભાવે સૈન્ય અને રામ, લક્ષ્મણને સ્ત્રી રૂપ આપી દીધું!
શ્રી રામ અને લક્ષ્મણજી સુંદર આકૃતિવાળી સ્ત્રીઓ બની ગયા. બંને એકબીજા સામે જોઈ હસી પડ્યા. શ્રી રામે દ્વારપાલ સાથે કહેવરાવ્યું. “રાજા મહીધરે આપની સહાય માટે પોતાનું સૈન્ય મોકલ્યું છે.'
શું રાજા પોતે નથી આવ્યા? “ના.”
તો પછી એવા સૈન્યને શું કરવાનું? એને એટલું બધું અભિમાન છે? ખરેખર એ મહીધર મરવાનો થયો છે... ખેર, હું એકલો ભરતને જીતીશ, મારે સહાયક શું કરવા છે? એના સૈન્યને કાઢી મૂકો. મારે જરૂર નથી.”
ત્યાં એક મંત્રી બોલી ઊઠ્યો: રાજા મહીધર પોતે નથી આવ્યા એટલું જ નહીં, જે સૈન્ય મોકલ્યું છે તે પણ સ્ત્રી-સૈન્ય મોકલ્યું છે!' બળતામાં ઘી હોમાયું! અતિવીર્ય ઊછળી પડ્યો:
શું સ્ત્રી-સૈન્ય મોકલ્યું છે? મહીધરે દુષ્ટતાની હદ વટાવી દીધી. હું હવે એને વધ કરીશ, એના રાજ્યને છીનવી લઈશ. એના પરિવારને શૂળીએ ચઢાવીશ.”
અતિવીર્ય ક્રોધથી ધમધમી ઊઠ્યો હતો, ત્યાં શ્રી રામ - લક્ષ્મણજીએ પ્રવેશ કર્યો. તેમને જોઈ અતિવીર્ય ગર્જી ઊઠ્યો:
“આ સ્ત્રીઓને ગળેથી પકડી પકડીને નગરની બહાર કાઢી મૂકો.' રાજમહેલની બહાર સ્ત્રી - સૈન્ય આવી પહોંચ્યું હતું. અતિવીર્યના સામન્તો અને સૈનિકો સ્ત્રીસૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા અને એમનાં વસ્ત્રો પકડી, એમના વાળ પકડી ખેંચવા લાગ્યા.
શ્રી રામે હાથીને બાંધવાના સ્તંભને પોતાના ભુજ દંડથી ઉખાડી નાખ્યો અને એ હસ્તીસ્તંભને બે હાથમાં ઉપાડી સામંતો - સૈનિકો પર તૂટી પડયા. ક્ષણવારમાં સામંતો ભૂશરણ થઈ ગયા. સૈનિકો ત્રાસ પોકારી ગયા. આ અવદશા થયેલી જોઈ અતિવીર્ય અતિશય છંછેડાયો અને ભીષણ ખડગ લઈ તે મેદાનમાં આવ્યો. જેવો તે આવ્યો, લક્ષ્મણજી કૂદી પડ્યા. તેમણે અતિવીર્યનું ખડગ છીનવી લીધું, તેના મુગટને તોડી નાખ્યો અને તેના વાળ પકડીને ભૂમિ પર પછાડી દીધો. તેના જ વસ્ત્રથી તેને મુશ્કેટાટ બાંધ્યો.
લક્ષ્મણજી!
For Private And Personal Use Only