________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
જૈન રામાયણ
આવવા દો એને.' રાજા મહીધરે અનુમતિ આપી. રાજદૂત રાજસભામાં પ્રવેશે છે. રાજા મહીધરને પ્રણામ કરી નિવેદન કરે છે: નંદ્યાવર્તપુરથી હું આવું છું. મહારાજા અતિવીર્યે આપ પાસે મને મોકલ્યો છે.” પ્રયોજન?'
અયોધ્યાપતિ મહારાજા ભરત સાથે મહારાજા અતિવીર્યનું યુદ્ધ અનિવાર્ય બન્યું છે. અયોધ્યાપતિના પક્ષમાં ઘણા રાજાઓ ભળી ગયા છે. આપ મહાન પરાક્રમી છો, આપને મહારાજા અતવીર્ય પોતાને પક્ષે બોલાવે છે. મહારાજા મહીધરે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીએ દૂતને પૂછ્યું: “હે દૂત, તારા રાજા અતિવીર્યને અયોધ્યાપતિ સાથે યુદ્ધ થવાનું કારણ તું જાણે છે?”
જી હા, અમારા સ્વામી અતિવીર્ય અયોધ્યાપતિની સેવા માગે છે. અયોધ્યાપતિએ ઇન્કાર કર્યો છે બસ, યુદ્ધ ઉપસ્થિત થવાનું આટલું જ કારણ છે.”
શું ભરત એટલો સમર્થ છે, કે અતિવીર્યની સેવા નથી સ્વીકારતો?' શ્રી રામે દૂતને પૂછુયું.
હે પરાક્રમી! રાજા અતિવીર્ય મહાવીર છે. તેનામાં બળ અને પરાક્રમ અદૂભૂત છે. એવી જ રીતે અયોધ્યાપતિ પણ બલવંત છે. તેમનું શૌર્ય અને શાણપણ રાષ્ટ્રપ્રસિદ્ધ છે. એટલે બેમાંથી કોઈ એકબીજાના સેવક બની શકે તેમ નથી. અતિવીર્યની મહત્ત્વાકાંક્ષા અયોધ્યાપતિને સેવક બનાવવાની છે!” તે શ્રી રામને પ્રત્યુત્તર આપ્યો. ‘દૂત, તું જા હું ત્વરાથી આવી પહોંચું છું.” દૂતને રવાના કરી રાજા મહીધરે શ્રી રામ સામે જોયું.
અતિવીર્યની કેવી અજ્ઞાનતા! ખરેખર એ અલ્પબુદ્ધિ રાજા છે, અમને બોલાવીને ભરત સામે લડશે!”
રાજા મહીધરના મુખ ઉપર રોષ અને આંખમાં અતિવીર્ય પ્રત્યે તિરસ્કાર ઊભરાય. તેઓ સિંહાસન પરથી ઊભા થઈ ગયા; અને શ્રી રામ-લક્ષ્મણ સાથે પોતાના મંત્રણાગૃહમાં ગયા. મહીધર બોલ્યા:
સૌમિત્રી, મને તો લાગે છે કે આપણે સર્વ સૈન્યને લઈને નંદ્યાવર્તનગર જઈએ. અતિવીર્ય ભલેને સમજે કે મને સહાય કરવા મહીઘર રાજા આવેલા છે. આપણે તો ભરત તરફથી જ યુદ્ધ કરી અતિવીર્યનો વધ કરીશું.'
લક્ષ્મણજીએ શ્રી રામ સામે જોયું. શ્રી રામ ગંભીર વિચારમાં પડી ગયા હતા. તેમણે કહ્યું:
For Private And Personal Use Only