________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૫૫૧
તમે સહુ મારી વાત સાંભળો: ‘આ ભવમાં તો લક્ષ્મણ મારો પતિ ન થયો, પરંતુ જો તેના પ્રત્યે મારા હૃદયમાં સાચો અનુરાગ હોય તો ભવાંતરમાં એ જ મારો પતિ થજો.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોકીદારના આશ્ચર્યની સીમા ન રહી. તેના શ્વાસ ઊંચા થઈ ગયા. વનમાલાએ પોતાના ઉત્તરીય વસ્ત્રનો એક છેડો વૃક્ષની ડાળીએ બાંધ્યો, બીજા છેડાનો પાશ બનાવી ગળામાં નાખ્યો અને તે કૂદી પડી...એ જ સમયે નીચેની ડાળ પર બેઠેલો ચોકીદાર કૂદ્યો અને પડતી વનમાલાને પકડી લઈ, ગળામાંથી પાશ કાઢી નાંખી તેણે કહ્યું:
‘ભદ્રે, સાહસ ન કર. હું પોતે જ લક્ષ્મણ છું.'
વનમાલાને લઈ લક્ષ્મણજી નીચે ઊતરી આવ્યા. ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો. રાત્રિનો અંતિમ પ્રહર શરૂ થતાં શ્રી રામ અને સીતાજીએ નિદ્રાનો ત્યાગ કર્યો. લક્ષ્મણજીએ રામ-સીતાને વનમાલાનો વૃત્તાંત સંભળાવ્યો. શ્રી ૨ામે વનમાલા સામે જોયું.
‘ભદ્રે, મોટું સાહસ કર્યું... ખેર, તારી તપસ્યા અંતે ફળી... લક્ષ્મણ જ તને બચાવનાર મળ્યો!'
વનમાલા શરમથી નીચું જોઈ રહી. તેણે શ્રીરામ અને સીતાજીના ચરણે નમસ્કાર કર્યા. સીતાજીએ વનમાલાને પોતાના ઉત્સંગમાં લઈ ખૂબ ખૂબ આશિષ આપી. આખી રાત ચોકી કરતા લક્ષ્મણજી અંતિમ પ્રહરમાં નિદ્રાધીન થયા.
કોલાહલ!
દોડાદોડ, ધમાધમ...ખોળાખોળ...
વિજયનગરના સૈનિકો વનમાલાને શોધવા બહાવરા બની ગયા હતા. રાજા મહીધર પોતે પણ નીકળી પડ્યા. રાણી ઇન્દ્રાણી ‘મારી વનમાલા ક્યાં ગઈ? મારી વહાલી બેટીને કોણ લઈ ગયું...?' કહી ચોધાર આંસુએ રડી પડી. નગ૨ને ખૂણેખૂણે સૈનિકો ફરી વળ્યા, કંઈ મહેલો અને હવેલીઓ ફેંદી વળ્યા. પણ વનમાલા ન મળી. રાજા મહીધર નગરની બહાર નીકળ્યા. ઉદ્યાનમાં શોધ થવા લાગી.
દૂરથી ઉદ્યાનના વિશાળકાય વટવૃક્ષ નીચે રાજાએ વનમાલાને જોઈ તે ખુશ થઈ ગયા...બોલી ઊઠ્યા. ‘આ રહી વનમાલા...અને એને ઉઠાવી જનાર તસ્કરો... પકડો એ ચોરોને. દુષ્ટોને જીવતા કે મરેલા પકડી લાવો.’
For Private And Personal Use Only