________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૦
બીજો વિસામો અનેક ઘટનાઓ જાણી લીધી. એ પણ જાણી લીધું કે શા માટે તેઓ વનવાસે નીકળ્યા છે. કલ્યાણમાલાએ શ્રી રામને પ્રાર્થના કરી.
આપ અહીં સરોવરના કિનારે જ નિવાસ કરો. અહીં હું મહેલો બંધાવી દઉં, અહીં આપ કહો તેવી રચના કરી દઉં. રાજ્ય મંત્રીઓને ભળાવી હું અહીં આપની સેવામાં રહી જાશે.”
પરંતુ શ્રી રામ કેવી રીતે પ્રાર્થના માન્ય કરે? તેઓ વનવાસે નીકળ્યા હતા, મહેલવાસ તેમનાથી કેમ કરાય? ત્રણ દિવસ પણ કલ્યાણમાલાનો અતિ આગ્રહને વશ થઈ રહેવું પડ્યું હતું.
ત્રીજા દિવસની રાતે, જ્યારે સહુ નિદ્રાધીન હતાં, ત્યારે રામચન્દ્રજી, લક્ષ્મણજી તથા સીતાજી સાથે ત્યાંથી પ્રયાણ કરી ગયા.
પ્રભાતે કલ્યાણમાલાએ શ્રી રામ-લક્ષ્મણજીને ન જોયા, ત્યારે તેનું મુખ પ્લાન થઈ ગયું. હવે રમ્ય સરોવર-તીર પણ તેને અકળાવવા લાગ્યું. તે પરિવાર સાથે કુબેરપુર ચાલી ગઈ અને રાજ્યનું સંચાલન કરવા લાગી.
0 0 0 શ્રી રામ નર્મદાતટે પહોંચ્યા. નાવિકે ભક્તિપૂર્વક ત્રણેયને નાવમાં બેસાડવાં અને નર્મદાની સામે પાર પહોંચાડ્યાં. નર્મદાને તીરે થોડો સમય વિશ્રામ લઈ, ત્રણેય આગળ વધ્યા. માર્ગમાં તેમને મુસાફરો મળ્યા; તેમણે કહ્યું :
તમે આમ કઈ બાજુએ જાઓ છો? સામે વિધ્યાટવી છે. તેમાં જવું ઠીક નથી, જંગલી પશુઓ તથા મ્લેચ્છોનો ભયંકર ઉપદ્રવ છે.”
પરંતુ એમ ભયથી પાછા વળે તો રામ શાના! તેમણે તો પથિકોની ના કહેવા છતાં વિધ્યાટવીમાં પ્રવેશ કર્યો.
પ્રવેશ કરતાં જ, દક્ષિણ દિશામાં બાવળિયા પર બેઠેલા કાગડાએ અપશુકન કર્યા! પરંતુ રામ એ ગણકારે ખરા? તેઓ આગળ વધ્યા. વળી કાગડાએ શુકન આપ્યા. - શ્રી રામને અપશુકનનો વિષાદ ન હતો, શુકનનો હર્ષ ન થયો. શુકનઅપશુકનને દુર્બળ પુરુષો ગણે છે.
આગળ રામ, વચ્ચે સીતાજી અને પાછળ લક્ષ્મણજી; ત્રણેય વિધ્યાટવીમાં ચાલ્યાં જાય છે, એકાદ કોસ ગયાં. ત્યાં તેમણે શું જોયું?
અપરિમિત મ્લેચ્છ સૈન્ય શસ્ત્રોથી સજ્જ બની સામે આવી રહ્યું હતું. અસંખ્ય હાથી, અશ્વો અને રથો! સૌથી આગળ મ્લેચ્છ સૈન્યનો યુવાન રથારુઢ બની ચાલી રહ્યો હતો.
For Private And Personal Use Only