________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૫૪૮
ત્રીજો વિસામો લક્ષ્મણજી સામે જઈ-‘આમનાથી આપે મને છોડાવેલો. નહીંતર હું ત્યાં જ પૂરો થઈ જાત.”
સુશર્મા શ્રાવિકા સીતાજી પાસે ગઈ, આશિષ આપી, સામે બેઠી. શ્રી રામે કપિલને અને સુશર્માને ખૂબ ધન આપ્યું અને બહુમાનપૂર્વક વિદાય આપી. કપિલ અને સુશર્મા પ્રસન્નચિત્ત બની ત્યાંથી વિદાય થયાં.
કપિલ અને સુશર્મા ઘેર આવ્યાં. કપિલના જીવનનું પરિવર્તન થઈ ગયું હતું. તેનો ક્રોધ ચાલ્યો ગયો હતો. તેનામાં ક્ષમા, નમ્રતા વિકસી રહ્યાં હતાં. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ કપિલ ભોગવિરક્ત બનતો જતો હતો. નિગ્રંથ સાધુપુરુષોના સંપર્કમાં તેનો તનુકમ આત્મા પવિત્રતા તરફ વળી ગયો હતો.
નન્દાવતંસકસૂરિ અરુણગ્રામમાં પધાર્યા. જિજ્ઞાસુ જીવોને ધર્મદેશના આપી. કપિલ અને સુશર્મા પર ધર્મદેશનાએ કામણ કર્યું. બંને ચારિત્ર-માર્ગે જવા તત્પર બન્યાં. તેમણે આચાર્ય ભગવંતને પ્રાર્થના કરી :
પ્રભો, અમને ચારિત્ર આપી મોક્ષમાર્ગે ચઢાવો.” આચાર્યદેવે તેમની પ્રાર્થના માન્ય કરી અને બંનેને ચારિત્ર આપી કૃતાર્થ કર્યો. વર્ષાઋતુ પૂર્ણ થઈ. શ્રી રામે આગળ વધવા તૈયારી કરી. યક્ષરાજ ગોકર્ણ શ્રી રામની પાસે આવ્યા. તેમણે શ્રી રામને પ્રણામ કર્યા. બે કર જોડીને કહ્યું :
સ્વામિનું, આપ અહીંથી પધારો છો, એમ મેં જાણ્યું છે. આપના પ્રત્યે ભક્તિમાં મારી કંઈ પણ ખલના થઈ હોય, તેની હું ક્ષમા ચાહું છું. આપ ક્ષમા કરો. આપ જેવા પુરુષોત્તમને અનુરૂપ પૂજા કરવાને કોણ સમર્થ છે?”
યક્ષરાજે શ્રી રામને “સ્વયંપ્રભ' હાર અર્પણ કર્યો. લક્ષ્મણજીને દિવ્ય રત્નમય મુગટ ભેટ કર્યો. સીતાજીને “સર્વરાગનાદિની' વણા ભેટ આપી. શ્રી રામે ગોકર્ણને કહ્યું: ‘યક્ષરાજ, તમે અમારી ભક્તિ કરવામાં કોઈ ન્યૂનતા રાખી નથી. ખરેખર તમે તમને શોભે તેવું કાર્ય કર્યું છે. હવે અમે અહીંથી આગળ પ્રયાણ કરીશું.”
શ્રી રામ આગળ વધ્યા. યક્ષરાજે રામપુરી સંહરી લીધી. પુનઃ એની એ અટવી બની ગઈ!
For Private And Personal Use Only