________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૩૯ એક સુબુદ્ધિ મંત્રી અને માતા પૃથ્વી, આ બે જ ભેદ જાણે છે કે “કુબેરપુરનો અધિપતિ સ્ત્રી છે!' આ રીતે હું સ્ત્રી હોવા છતાં જન્મથી જ મારે પુરુષવેશ ધારણ કરવો પડ્યો છે.”
શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી એકાગ્રચિત્તે કલ્યાણમાલની કહાની સાંભળી રહ્યાં હતાં.
પરંતુ આટલાં વર્ષોમાં ક્યારેય ભેદ ન ખૂલ્યો?” નહીં, મંત્રીવર્ગની કુશળતાથી અસત્ય પણ સત્ય બની જાય છે.' તમે તમારા પિતાને મ્લેચ્છ રાજા પાસેથી મુક્ત કરવા કદી પ્રયત્ન કર્યો?”
હા જી, મ્લેચ્છ રાજાને મેં ઘણું ધન આપ્યું. ધન તેઓ લે છે, પરંતુ પિતાજીને મુક્ત કરતા નથી.'
રાજા સિહોદરે કંઈ પ્રયત્ન કર્યો? “ના રે, એ શું પ્રયત્ન કરે? એ પ્રયત્ન તો આપ કરી શકો. જેવી રીતે વજકર્ણને સિહોદરના ભયથી મુક્ત કર્યો તેવી રીતે મ્લેચ્છ રાજા પાસેથી મારા પિતાજીને મુક્ત કરો.”
કલ્યાણમાલા, તારી વાત મને માન્ય છે. જ્યાં સુધી અમે તારા પિતાજીને પ્લેચ્છ રાજા પાસેથી મુક્ત ન કરીએ ત્યાં સુધી તે પુરુષવેશમાં રહીને રાજ્ય કરતી રહે.”
મને ઘણી જ પ્રસન્નતા થઈ.' કલ્યાણમાલાએ શ્રી રામને પ્રણામ કર્યા. સુબુદ્ધિ મંત્રીએ શ્રી રામને પ્રાર્થના કરી:
હે કૃપાવંત, મારી એક પ્રાર્થના છે કે કલ્યાણમાલાનું પાણિગ્રહણ લક્ષ્મણજી સાથે થાય.” કલ્યાણમાલાના મુખ પર શરમના શેરડા પડી ગયા. તે નીચે જોઈ રહી. શ્રી રામે કહ્યું:
“અત્યારે અમે દેશાન્તરમાં પરિભ્રમણ કરીશું. જ્યારે અયોધ્યા પાછા વળીશું ત્યારે લક્ષ્મણજીનું કલ્યાણમાલા સાથે પાણિગ્રહણ થશે.'
અમારા પર મહાન કૃપા કરી. મહામંત્રીએ રામનાં ચરણોમાં પ્રણામ કર્યા. કલ્યાણમાલાએ શ્રી રામને દૂરથી પ્રણામ કરી, સીતાજીનાં ચરણોમાં પ્રણામ કર્યા. સીતાજીએ કલ્યાણમાલાને પોતાના બાહુપાશમાં લઈને ખૂબ સ્નેહ વરસાવ્યો.
શ્રી રામને, લક્ષ્મણજીને અને સીતાજીને આ સ્થાન એવું ગમી ગયું કે ત્રણ દિવસ અહીં રોકાયા. આતિથ્ય સત્કાર કરવામાં કુબેરપુરના અધિપતિએ કોઈ કસર રાખી નહીં. ત્રણ દિવસમાં કલ્યાણમાલાએ સીતાજી પાસેથી અયોધ્યાની
For Private And Personal Use Only