________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮.
બીજો વિસામો | સર્વ પ્રથમ સીતાજીને શીતલ જલપાન કરાવ્યું અને ત્યાર પછી સ્નાન અને ભોજનથી સહુ પરવાર્યા. ભોજન કર્યા પછી શ્રી રામે થોડો સમય આરામ કર્યો. લક્ષમણજીએ પણ પર્ણકુટિરની સામે સરોવરના તીરે લતામંડપમાં લંબાવી દીધું. મધ્યાહ્નકાળ આરામમાં વિતાવ્યો.
આ અરસામાં સીતાજી પાસેથી કલ્યાણમાજે જાણી લીધું કે “આ બે ભાઈઓ શ્રી રામ અને લક્ષ્મણજી છે.” કલ્યાણમાલને અત્યંત હર્ષ થયો. તેણે પોતાની વાસ્તવિક પરિસ્થિતિ, શ્રી રામને નિવેદિત કરવાનો નિર્ણય કર્યો. પોતાનો નિર્ણય મહામંત્રીને કહ્યું. મહામંત્રીએ પણ કહ્યું:
શ્રી રામ અને લક્ષ્મણજી એટલે વર્તમાન દુનિયાના સર્વોત્તમ યુગપુરુષો છે. એમની સમક્ષ આપણી સર્વ મૂંઝવણો રજૂ કરી દેવાથી આપણને તેમની સારી સહાય મળી શકશે.’
મહામંત્રીની આ સલાહે કલ્યાણમાલને પ્રસન્ન કરી દીધો. શ્રી રામચન્દ્રજીની પર્ણકુટિરની પાસે જ કલ્યાણમાલે બીજી પર્ણકુટિર પોતાના માટે કરાવી હતી, તે પર્ણકુટિરમાં જઈ કલ્યાણમાલે પોતાનો સ્ત્રી વેશ ધારણ કરી લીધો અને મહામંત્રીની સાથે શ્રી રામની પર્ણકુટિરમાં પ્રવેશ કર્યો. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી સામે નતમસ્તકે પ્રણામ કરી કુબેરપતિ ઊભી રહી. તેના મુખ પર લજ્જા હતી. શ્રી રામે તરત પ્રશન કર્યો.
ભદ્ર, પુરુષ-વેશમાં રહી સ્ત્રી-પણું કેમ છુપાવે છે?'
શ્રી રામની સામે કુબેરપતિએ આસન લીધું અને શ્રી રામના પ્રશ્નનો ઉત્તર આપવો શરૂ કર્યો.
હે દશરથનંદન, અહીંથી થોડે દૂર કુબરપુર નામનું વિશાળ અને સુંદર નગર છે, તે નગરના રાજાનું નામ વારિખિલ્ય છે. તેના રાણીનું નામ પૃથ્વી છે,
એક વખત મ્લેચ્છ રાજાના સુભટોએ નગર પર આક્રમણ કર્યું. રાજા વારિખિલ્ય સુભટો સાથે યુદ્ધ કર્યું. પરંતુ બ્લેચ્છ સુભટોએ વારિખિલ્ય રાજાને બાંધ્યો અને પોતાની સાથે ઉપાડી ગયા.
એ સમયે રાણી પૃથ્વી ગર્ભવતી હતી. તેણે એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ મહામંત્રી સુબુદ્ધિએ નગરમાં ઘોષણા કરાવી, “મહારાણીએ પુત્રને જન્મ આપ્યો છે.”
રાજપુત્રીને જન્મથી જ પુરુષનાં વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં. રાજા વારિખિલ્ય મહારાજા સિંહોદરના સામંત રાજા છે. મહામંત્રી સુબુદ્ધિએ સમાચાર આપ્યા કે રાજા વારિખિલ્યને ઘેર પુત્રનો જન્મ થયો છે. સિહોદરે એ રાજપુત્રનો રાજ્યાભિષેક કરવાનો આદેશ આપ્યો.
For Private And Personal Use Only