________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
ત્રિીજો વિસામો લક્ષ્મણજીએ શ્રી રામના અનુરોધથી કપિલને છોડી દીધો અને ત્રણેય ઘેરથી નીકળી ગયાં. અરુણ ગામ છોડીને આગળ વધ્યાં.
0 0 0 ઘોર અટવી, મુશળધાર વર્ષા!
એક ઘટાદાર, વિશાળ વટવૃક્ષની નીચે શ્રી રામ ઊભા હતા. આકાશમાંથી ઘનઘોર વાદળો એકધારાં વરસી રહ્યા હતાં. લક્ષ્મણ, ચાતુર્માસ અહીં જ વ્યતીત કરીએ!” શ્રી રામે લક્ષ્મણ અને સીતાજી સામે જોયું.
જે આર્યપુત્રની ઇચ્છા તે જ અમારી ઇચ્છા.” બંનેએ જવાબ આપ્યો. સીતાજીને તો આ સ્થાન ગમી ગયું હતું. તેમણે તો ચારેકોર દૃષ્ટિ દોડાવીને ભવિષ્યની યોજનાઓ બનાવવા માંડી, લક્ષ્મણજીએ પણ અહીં ક્યાં અને કેવી ઝુંપડી બાંધવી” તે વિચારી લીધું. પરંતુ શ્રી રામના શબ્દો લક્ષ્મણજી અને સીતાજી ઉપરાંત એક ત્રીજી વ્યક્તિએ પણ સાંભળ્યા! એ ગભરાયો!
એ હતો આ વટવૃક્ષ પર રહેનાર દેવ. એનું નામ હતું ઇભકર્ણ.
એ બિચાર દેવ હોવા છતાં એક રખેવાળ નોકર જેવું જીવન જીવતો હતો. એનો માલિક હતો “ગોકર્ણ યક્ષ.' જ્યારે ઈભક શ્રી રામની વાત સાંભળી, તે સીધો પોતાના માલિક પાસે પહોંચ્યો. તે ગભરાયેલો હતો. ગોકર્ણ પક્ષની રાજસભામાં જઈ તેણે યક્ષરાજને પ્રણામ કર્યા અને કહ્યું:
સ્વામિનુ! મારા નિવાસસ્થાને કોઈ મહાન તેજોમૂર્તિ મનુષ્યો આવેલાં છે. તેમનું તેજ મારાથી સહન થયું નહીં. તેઓ ત્યાં ચાતુર્માસ રહેવાનાં છે. હે નાથ, મારી રક્ષા કરો. હું ક્યાં જાઉં?'
‘તમે નિર્ભય રહો. હું જોઉં છું. એ મહામાનવો કોણ છે?” યક્ષરાજ ગોકર્ણ સ્થિર આસને બેસી ગયા અને “અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. “અવધિજ્ઞાન'ના પ્રકાશમાં યક્ષરાજે એ વટવૃક્ષની નીચે બેઠેલા શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીને જયાં અને પ્રસન્નતા અનુભવી.
હે ઈભકર્ણ, તું નિર્ભય બન. એ તેજોમૂર્તિ બે પુરુષ શ્રી રામ અને લક્ષ્મણજી છે. રામ આઠમા બળદેવ છે. શ્રી લક્ષ્મણ આઠમા વાસુદેવ છે. આપણા આંગણે આવા ઉત્તમ પુરુષો પધાર્યા છે, તેમનું આપણે મોટું અને ભવ્ય આતિથ્ય કરવું જોઈએ.’
ઈભકર્ણ અને અન્ય પક્ષો ગોકર્ણની વાત સાંભળી પ્રસન્ન થયા. તેમણે કહ્યું:
For Private And Personal Use Only