________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉ૪. ત્રીજો-વિસામો શ્રી રામ તાપી-નદીને તીરે પહોંચ્યા. નાવિકે નાવમાં બેસાડી નદી પાર ઉતાર્યા. થોડે દૂર એક ગામ દેખાયું. એ બાજુ શ્રી રામે ચાલવા માંડ્યું. સીતાજીનો દેહ શ્રમિત દેખાતો હતો. સૂર્ય પણ તપવા માંડ્યો હતો.
તેઓ ગામને પાદરે આવી પહોંચ્યા. ગામનું નામ હતું અરુણ. ગામમાં પ્રવેશ કરતાં જ જમણી બાજુ એક બ્રાહ્મણનું ઘર દેખાયું. ઘરની આગળ તુલસીનો ક્યારો હતો. બાજુમાં ગાય બાંધેલી હતી. લક્ષ્મણજીએ એક માણસને પૂછયું :
આ ઘર કોનું છે?” બ્રાહ્મણનું. બ્રાહ્મણનું નામ?' કપિલ.'
ત્યાં તો કપિલ-પત્ની સુશર્મા ઘરની બહાર આવી. તેણે ત્રણ અજાણ્યા મુસાફરોને જોયા; સન્માનપૂર્વક બોલાવી, બેસવા માટે આસન આપ્યું. ‘તમે અલ્પ સમય વિરામ કરો, હું તમારા માટે સ્વાદુ-જલ તૈયાર કરું.”
સુશર્માએ ત્રણ પ્યાલા સ્વાદુ-જલ તૈયાર કર્યું અને સ્વયં જઈને ત્રણેયને આપ્યું. શીતલ અને સ્વાદિષ્ટ પાણી પીને ત્રણેય સંતુષ્ટ થયાં. એટલામાં કપિલ બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો.
દુર્વાસા જેવો ક્રોધી! પિશાચ જેવો દારુણ!
ઘરમાં પ્રવેશતાં જ તેણે શ્રી રામ, લક્ષમણજી તથા સીતાજીને જોયાં. તે રોષથી ધમધમી ઊઠ્યો. બરાડા પાડતો સુશર્મા પર તાડૂક્યો:
અરે પાપિણી, આ અપવિત્ર, મલિન અને રખડતાં માણસોને તે કેમ ઘરમાં ઘાલ્યાં? અરરર..તે અગ્નિહોત્રની પવિત્રતાને નષ્ટ કરી દીધી. અરે દુષ્ટા, જો હવે પછી કોઈને પણ ઘરમાં ઘાલીશ તો તને ઘરમાંથી તગેડી મૂકીશ.'
કપિલનો પ્રલાપ સાંભળી લક્ષ્મણજી રોષે ભરાયા. તલવાર કાઢી તેને મારવા માટે ધસ્યા, ત્યાં શ્રી રામે લક્ષ્મણજીનો હાથ પકડ્યો.
આવા બિચારા બ્રાહ્મણ પર શું રોષ કરવો? છોડી દે એને. ઉત્તમ પુરુષો અધમ પુરુષોને શબ્દો પર ધ્યાન આપતા નથી. એનું બોલ્યું, ન બોલ્યું ગણી છોડી દે.'
For Private And Personal Use Only