________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨
બીજો વિસામો મને આશરો આપ્યો. હું “કાક' તરીકે પ્રસિદ્ધિ પામ્યો. મારી શૂરવીરતા અને કાર્યકુશળતા જોઈ મને પલ્લીપતિ બનાવવામાં આવ્યો.
મેં ચોરોનું જૂથ તૈયાર કર્યું. ગામો લૂંટવા માંડ્યાં, પથિકોને લૂંટવા માંડ્યાં. મોટાં નગરો પર હુમલા કરી ત્યાંના રાજાઓને બાંધીને બંદી બનાવવા માંડ્યાં. આજે એક મોટા રાજાની પાસે હોય તેટલું સૈન્ય મારી પાસે છે.
પરંતુ, આજે હું આપને શરણે આવ્યો છું. જિંદગીમાં પ્રથમ વાર જ! હું આપનો સેવક છું સ્વામિનું, મને આદેશ કરો, હું આપની શી સેવા કરું? મારો અવિનય ક્ષમા કરો. હું અપરાધી છું.'
શ્રી રામે કિરાતરાજ કાકની સર્વ વાત એકાગ્રતાથી સાંભળી. કિરાતરાજનું હૃદયપરિવર્તન થયેલું જાણી શ્રી રામે કહ્યું.
તમે કુબેરપુરના અધિપતિ રાજા વારિખિલ્યને પકડ્યા છે?”
હે
જી.'
“તેમને મુક્ત કરી કુબેરપુર પહોંચાડો.”
આપની આજ્ઞા શિરોધાર્ય છે. હું પોતે જ જઈને તેમને કુબેરપુર મૂકી આવું છું. પરન્તુ મારી એક પ્રાર્થના છે.”
કહો.' હું કુબેરપુર જઈને આવું ત્યાં સુધી આપ અહીં જ રોકાઓ.” ભલે.' કિરાતરાજે વારિખિલ્ય રાજાને મુક્ત કરવાની આજ્ઞા કરી. બે સૈનિકો ગયા અને વારિખિલ્યને લઈ આવ્યા. વારિખિલ્ય શ્રી રામનાં ચરણોમાં પ્રણામ કર્યા. કાક વારિખિલ્યને લઈ કુબેરપુર તરફ રવાના થયો. શ્રી રામે કાકની પલ્લીમાં વાસ કર્યો.
બીજે જ દિવસે કાક પાછો આવી ગયો. શ્રી રામે કાકને ચોરી-લૂંટના ધંધાને ત્યજી દેવા ઉપદેશ આપ્યો. કાકે ઉપદેશ ઝીલ્યો અને શ્રી રામનો અનન્ય ભક્ત બની ગયો.
૦ ૦ ૦ રાજા વારિખિલ્ય કુબેરપુર પહોંચ્યા. કલ્યાણમાલાએ શ્રી રામ-લક્ષ્મણજીના મિલનની વાત કરી. વારિખિલ્ય રાજાએ કિરાતરાજ કાકથી કેવી રીતે શ્રી રામ લક્ષ્મણે પોતાને મુક્ત કર્યો, તેની વાત કરી. મહામંત્રી સુબુદ્ધિએ કલ્યાણમાલાનું પાણિગ્રહણ લક્ષ્મણજી સાથે નક્કી કર્યાની વાત કરી. સર્વત્ર આનન્દ છવાઈ ગયો.
0 ૦ 0.
For Private And Personal Use Only