________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૩૭ હું એકલો તમારી સાથે ભોજન નહીં કરી શકું, મને ક્ષમા કરો.” તમારી સાથે બીજું કઈ છે?'
હા, અહીંથી થોડે દૂર મારા મોટાભાઈ અને ભાભી એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યાં છે. તેમના જમ્યા પહેલાં હું ભજન કરતો નથી.'
કલ્યાણમાલે પોતાના મંત્રી સામે જોયું અને આજ્ઞા કરી: મહામંત્રી, બે પુરુષોને ત્યાં મોકલો, તેઓ એ બંનેને આદરપૂર્વક અહીં સાથે લઈ આવે, આપણે એમની સાથે જ ભોજન કરીશ.'
મહારાજાની જેવી આજ્ઞા.” મહામંત્રીએ પ્રણામ કર્યા. સુંદર મુખાકૃતિવાળા અને પ્રિયંવદ એવા બે પ્રધાન પુરુષોને બોલાવ્યા અને લક્ષ્મણજીએ દિશા બતાવી, જે સ્થાન બતાવ્યું ત્યાં રવાના કર્યા,
અહીં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સજ્જન પુરુષોને બોલાવવા કેવા પુરુષોને મોકલવા, તે માટે બે વિશેષણો મૂક્યાં છે. મદ્રાકાર અને પ્રિયંવદ્. મોટા માણસોને પ્રાર્થના-વિનંતી કરવા જનાર પુરુષોની મુખાકૃતિ ભદ્ર જોઈએ, સુંદર જોઈએ અને એમની ભાષા પ્રિય હોવી જોઈએ. તો એમની પ્રાર્થના-વિનંતી જલ્દી સ્વીકારાઈ જાય. અમંગલ આકૃતિવાળા અને કર્કશભાષી પુરુષોની સાચી વાત પણ સ્વીકારાતી નથી.
રામચન્દ્રજી તથા સીતાજીને બોલાવવા માટે આવા પ્રધાન પુરુષને મોકલવામાં આવ્યા. તેમણે લક્ષ્મણજીએ બતાવ્યા મુજબ એક વૃક્ષ નીચે શ્રી રામ-સીતાજીને જોયાં. નજીકમાં પહોંચી પ્રણામ કર્યા.
“હે મહાપુરુષ, આપના લઘુબાંધવે અમને આપની પાસે મોકલ્યા છે. તેઓ અમારા મહારાજા કુબેરપુરાધિપતિ કલ્યાણમાલના માનનીય અતિથિ બન્યા છે, આપશ્રીને લેવા માટે અમે આપની સેવામાં ઉપસ્થિત થયા છીએ.”
કેટલે દૂર આવવાનું છે?' શ્રી રામે પૂછુયું. સીતાજી તૃષાતુર હતાં, લાંબે જઈ શકાય એમ ન હતું, માટે પૂછ્યું “અહીંથી ચારસો-પાંચસો પગલાંથી દૂર નથી. અમે આપની સાથે જ છીએ.” - શ્રી રામ અને સીતાજી પ્રધાન પુરુષોની સાથે ચાલ્યાં, સરોવરની નજીકના પ્રદેશમાં પ્રવેશતાં સીતાજીનું મન પ્રસન્ન બન્યું. સામે કલ્યાણમાલ પોતાના મંત્રીમંડલ સાથે શ્રી રામચન્દ્રજીનું સ્વાગત કરવા ઊભા જ હતા. શ્રી રામના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ કલ્યાણમાલ ખૂબ પ્રસન્ન થયા. ભાવપૂર્વક સ્વાગત કર્યું. કલ્યાણમાલે શ્રી રામ અને સીતાજીને પ્રણામ કર્યા અને તેમના માટે ખાસ ઊભી કરાવાયેલી પર્ણકુટિરમાં તેમને લઈ ગયો.
For Private And Personal Use Only