________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૩પ જરૂર.
ત્યાં જ સિહોદરે મહારાણીનાં કુંડલ મંગાવ્યાં અને વજકર્ણને સુપ્રત કર્યા. વજકર્ણ વિદ્યુતુઅંગને શ્રી રામની સમક્ષ તેડાવીને કંડલ ભેટ કર્યા. શ્રી રામચન્દ્રજીએ વિદ્યુતઅંગને ખૂબ ધન્યવાદ આપ્યા.
વજક શ્રી રામને દશાંગપુર નગરમાં પધારવા પ્રાર્થના કરી. શ્રી રામે પ્રાર્થના સ્વીકારી. સિહોદર અને એના બીજા સામંતો પણ શ્રી રામ સાથે દશાંગપુરમાં પધાર્યા. વજકર્ણ ખૂબ ધામધૂમથી શ્રી રામનું સ્વાગત કર્યું. દશાંગપુરનાં નરનારીઓ શ્રી રામ-લક્ષ્મણજી અને સીતાજીનાં દર્શન કરી કૃતકૃત્યતા અનુભવવા લાગ્યાં. લક્ષ્મણજીનું પરાક્રમ તો ઘરેઘરે ગવાવા લાગ્યું હતું.
વજક પોતાની આઠ કન્યાઓને સ્વીકારવા શ્રી રામને વિનંતી કરી. શ્રી રામે લક્ષ્મણજી સાથે આઠ કન્યાઓનું પાણિગ્રહણ કરાવવાની સંમતિ આપી.
સિહોદરે પણ આ અવસર ઝડપી લીધો. પોતાની અને બીજા સામન્ત રાજાઓની ત્રણસો રાજકન્યાઓનું લક્ષ્મણજી સાથે પાણિગ્રહણ કરાવવા શ્રી રામને પ્રાર્થના કરી. શ્રી રામે પ્રાર્થના માન્ય કરી. ત્રણસો-આઠ કન્યાઓ સાથે લક્ષ્મણજીનું પાણિગ્રહણ નક્કી થયું, પાણિગ્રહણ નક્કી થયા પછી લક્ષ્મણજીએ સિહોદર, વજકર્ણ આદિ રાજાઓને કહ્યું:
તમારી રાજકન્યાઓને હાલ તમારી પાસે જ રાખો. અમારા પિતાજીએ રાજગાદી પર અમારા ભાઈ ભરતને બેસાડ્યો છે. જ્યારે હું રાજ્ય ગ્રહણ કરીશ, પછી તમારી કન્યાઓ સાથે લગ્ન કરીશ. હમણાં તો અમે મલયાચલ પર જઈ રોકાવાનાં છીએ.” લક્ષ્મણજીએ કહેલી વાત રાજાઓએ માન્ય કરી. સિહોદર વગેરે રાજાઓને પોતપોતાના નગરે જવાની રામે અનુજ્ઞા આપી અને પોતે પણ ત્યાં વધુ સમય ન રોકાત આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. શ્રી રામનાં ચરણોમાં વંદન કરી સહુએ અશ્રુપૂર્ણ આંખે વિદાય લીધી.
શ્રી રામે લક્ષ્મણજી તથા સીતાજી સાથે મલયાચલ તરફ પ્રયાણ કર્યું. વનવાસનો પહેલો વિસામો આમ પૂર્ણ થયો.
૦
૦
૦
For Private And Personal Use Only