________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
જૈન રામાયણ
આપ અહીં? મેં જાણ્યું નહીં કે રઘુકુલપતિ અવન્તીની ભૂમિને પાવન કરી રહેલ હશે!” સિંહદરનું હૃદય શ્રી રામનાં દર્શનથી ગદ્ગદ્ બની ગયું. તે પોતાના પરાજયનું દુઃખ ભૂલી ગયો. પરાજયનું કારણ સમજી ગયો.
શું મારી પરીક્ષા કરવા માટે આમ કર્યું? હું ક્ષમા ચાહું છું. મારી અજ્ઞાનતા અને પામરતાને ક્ષમા કરો. મારું કર્તવ્ય બતાવો. હું આપનું શું પ્રિય કરું? સેવક ઉપર રોષ થાય પરંતુ ગુરુનો શિષ્ય પર રોષ ન થાય. શિક્ષા થઈ ગઈ એટલે રોષ ગય! કૃપા કરો, મને આદેશ કરો.'
સિહોદરનાં વિનયપૂર્ણ વચનોએ શ્રી રામના હૃદયમાં પ્રીતિ પ્રગટાવી. તેમણે આદેશ કર્યો: ‘વજકર્ણ સાથે સમાધાન કરો.”
‘તથાસ્તુ' કહીને સિંહોદરે શ્રી રામના આદેશને વધાવી લીધો. બીજી બાજુ વજકર્ણ પણ શ્રી રામ પાસે આવી પહોંચ્યો. વિનયપૂર્વક મસ્તકે અંજલિ જોડીને વજકણે કહ્યું.
હે ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા બલદેવ-વાસુદેવ! હું આપને દીર્ધકાળથી જાણું છું. આપનાં દર્શન કરવાનો તો પ્રથમ જ અવસર મળ્યો છે. અર્ધ-ભરતના આપ સ્વામી છો, અમે સહુ રાજાઓ અને સામંતો આપના સેવકો છીએ.” વજકર્ણનાં પ્રીતિ-વચનોથી સહુ પ્રસન્ન થયા. શ્રી રામે વજકને પૂછ્યું : હે દેવાનુપ્રિય, હું તમારું શું પ્રિય કરું?” “પ્રભુ, આ મારા માલિક સિહોદર રાજાને બંધનથી મુક્ત કરો, પછી હું પ્રાર્થના કરું'.
શ્રી રામે લક્ષ્મણજીને ઇશારો કર્યો. સિહોદરને બંધનમુક્ત કરવામાં આવ્યો. વજક શ્રી રામચરણમાં નમસ્કાર કરી કહ્યું:
ગુરુદેવ પ્રીતિવર્ઝન મુનિ પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે અરિહંત પરમાત્મા અને નિર્ચન્થ સાધુ પુરુષો સિવાય હું બીજા કોઈને નમસ્કાર નહીં કરું. મારી આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે આપ સિહોદર રાજા પાસે કબૂલાત લો કે તેઓ મને પ્રતિજ્ઞા પાળવામાં સહાયક બને.”
શ્રી રામે સિહોદર સામે ભૂસંજ્ઞા કરી. સિહોદરે સ્વીકૃતિ આપી અને તે વજકર્ણને ભેટી પડ્યો.
વજકર્ણ, મને ખ્યાલ ન હતો કે તમારે આવી ઉચ્ચ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું
For Private And Personal Use Only