________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૩૧ કરેલી ભજનભક્તિથી સહુ પ્રસન્ન થયાં. રામે લક્ષ્મણજીને કહ્યું :
“લક્ષ્મણજી, રાજા સિહોદરને સમજાવી દેવો જોઈએ કે એણે વજ કર્ણ સાથે વિરોધ ત્યજી દેવો જોઈએ.”
બસ, લક્ષ્મણજીને તો માત્ર અગ્રજનો ઇશારો જ જોઈતો હતો. વસ્ત્રપરિધાન કરી, શસ્ત્રસજ્જ બની લક્ષ્મણજી સિહોદર પાસે પહોંચ્યા. સિહોદર પોતાના સૈન્યશિબિરમાં રહેલો હતો. લક્ષ્મણજી સીધા એની શિબિરમાં પ્રવેશ્યા. સિહોદર અને એના મંત્રીઓ અચાનક આવી ચઢેલા લક્ષ્મણજી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.
“રાજન, અયોધ્યાપતિ દશરથનંદન ભરતે કહેવરાવ્યું છે કે વજ કર્ણ સાથે તમારે વિરોધ ન કરવો.”
‘ભરત, શું જે ભક્ત નથી તેવા ભૃત્યો પર પ્રસાદ કરે છે? ભક્ત અને આજ્ઞાંકિત મનુષ્યો પર પ્રસાદ કરવામાં આવે. મારો સામંત રાજા વજકર્ણ દુરાશય છે. મારો આજ્ઞાંતિ હોવા છતાં તે મને નમતો નથી. કહો, હું એના પર કેવી રીતે પ્રસાદ કરું? શું ભરત પોતાની અવિનયી સામંત પર પ્રસાદ કરે છે?”
વજ કર્ણ તમારા પ્રત્યે અવિનયી નથી, તે ધર્મના અનુરોધથી તમને પ્રણામ કરતો નથી; તમારા પ્રત્યેના અવિનયથી નહીં*
લક્ષ્મણજીએ સિંહોદરને વજ કર્ણના નિયમનો ખ્યાલ આપ્યો. પરંતુ સિહોદરે તેનો અનાદર કરતાં કહ્યું:
હું એવા ધર્મને નથી માનતો. દરેક મનુષ્ય પોતાના માલિકને નમવું જ જોઈએ. ધર્મને તેમાં વચ્ચે ન લાવવો જોઈએ.”
સિહોદર, વજકર્ણ ઉપરના રોષને ત્યજી દે. ભરતનું શાસન માન્ય કર, સમુદ્રપર્યન્ત પૃથ્વી ભરતથી શાસિત છે. બોલ, તારો શો પ્રયુત્તર છે?” લક્ષ્મણજીમાં રોષનો સંચાર થયો. તેમના શબ્દોનો ધ્વનિ બદલાયો. અભિમાની સિંહોદર પણ રોષથી ધમધમી ઊઠ્યો.
કોણ છે એ ભરત? વજકર્ણનો પક્ષપાતી બની વાયડો થઈ મને શિખામણ આપવા નીકળી પડ્યો છે? એવા તો અનેક ભરતો મારી ચરણસેવા કરે છે..'
આ શબ્દોએ લક્ષ્મણજીને રોષથી ધમધમાવી નાખ્યા. તેમની આંખો લાલચોળ બની ગઈ. તેમના ઓષ્ઠ સ્કુરાયમાન થવા લાગ્યા, તેમનું શરીર હલબલી ઊડ્યું. તેમણે ત્રાડ પાડી.
દુષ્ટ નરાધમ, તું ભરતને નથી ઓળખતો? હમણાં જ હું તને ઓળખ પાડું
For Private And Personal Use Only