________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
વજકર્ણ-મુક્તિ છું. ઊઠ, ઊભો. થા, આખા શરીરની રક્ષા કરી લે, મારી વજભુજાઓના પ્રહારથી તું કચડાઈ જઈશ.'
સિહોદરે પગ પછાડ્યા; તેના રોષની સીમા ન રહી. તેણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી:
આ વિવેકહીને ઉદ્ધત મનુષ્યને પકડી લો.” ચારે બાજુ સૈનિકો શસ્ત્રો લઈને ઊભરાઈ ગયા. સિહોદર પણ ખુલ્લા ખડગ સાથે લક્ષ્મણજી સામે ધસી ગયો. મેરુવન નિશ્ચલ લક્ષ્મણજીએ સિંહદરને કહ્યું :
તારા હસ્તીરત્ન પર બેસીને સામે આવ, આમ શું બાળકની જેમ દોડ્યો આવે છે!'
સિંહોદર હસ્તીરત્ન પર આરૂઢ થયો.. લક્ષ્મણજી રાજસભામાંથી નીકળી ગયા અને દોડતા હસ્તીરત્ન બાંધવાની શાળામાં પહોંચ્યા. સૈનિકોએ એમનો પીછો પકડ્યો. પરંતુ જ્યાં આલાન સ્તંભને એક ઝટકે ઉખેડી નાખી બે હાથમાં આલાન સ્તંભને ઘુમાવતા લક્ષ્મણજી હસ્તીશાળામાંથી બહાર નીકળ્યા. સિંહોદરના સૈનિકોમાં હાહાકાર મચી ગયો. કરાલ કાળવત્ લક્ષ્મણજીએ સૈનિકોને પીટવા માંડ્યા. સેંકડો સૈનિકો જોતજોતામાં ભૂશરણ બની ચિરનિદ્રામાં પોઢી ગયા. લમણજીએ સૈનિકોને છોડી સિહોદરની ખબર લેવા માંડી, સિંહોદરના હાથીને ખૂબ હંફાવી નાખી, આલાન-સ્તંભને દૂર ફેંકી દઈ, લક્ષ્મણજીએ છલાંગ મારી, સીધા હાથીની અંબાડી પર! સિહોદરની છાતી પર ચઢી બેઠા. તેના જ વસ્ત્રથી તેને ગળેથી બાંધ્યો, હાથી પરથી નીચે ફેંક્યો: અને જેમ ગાયને ગોવાળ દોરી જાય તેમ લક્ષ્મણજી સિંહોદરને દોરી ચાલ્યાં! સિહોદરના સાથીદારો અનાથ બની આંખો ફાડીને જોઈ રહ્યા.
સિહોદર લક્ષ્મણજીને ઓળખી ન શક્યો, જો એ જાણી શકયો હોત કે “આ લક્ષ્મણજી છે” તો આવું સાહસ તે ન કરત. તેણે લક્ષ્મણજીને તેમનો પરિચય પણ ન પૂછ્યો. પરંતુ કેવી રીતે પૂછે? અભિમાન પૂછવા દે તો ને!.
લમણજીને પોતાનો પરિચય સામે ચાલીને આપવાનું ઉચિત ન લાગ્યું, એટલું જ નહીં વજકર્ણ જેવા ધર્માત્મા સામતને પરેશાન કરવા બદલ તેને શિક્ષા કરવાનું ઉચિત લાગ્યું.
લક્ષ્મણજી સિહોરને શ્રી રામચંદ્રજીના ચરણોમાં લઈ ગયા. શ્રી રામને જોતાં જ સિંહોદર આશ્ચર્ય મગ્ન થઈ ગયો. હવે લક્ષ્મણજીને ઓળખતાં વાર ન લાગી. સિંહોદર શ્રી રામનાં ચરણોમાં નમી પડ્યો.
For Private And Personal Use Only