________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
વરદાન
પાછળ, એમનો એક અનુચર બની, તેમની સાથે સાથે વનોમાં ફરીશ. સર્યું
અયોધ્યાથી...’
લક્ષ્મણજીના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. તેઓ ઊઠ્યા.
જ્યાં દશરથ ભગ્નહૃદય બની કરુણ આક્રંદ કરી રહ્યા હતા ત્યાં લક્ષ્મણજી આવ્યા અને કહ્યું:
‘પિતાજી, હું જ્યેષ્ઠાર્યની સાથે જઈશ.' પ્રણામ કરીને જેવા આવ્યા તેવા નીકળી ગયા અને માતા સુમિત્રાની પાસે પહોંચ્યા. સુમિત્રાનાં ચરણોમાં મસ્તક નમાવી લક્ષ્મણજી બોલ્યા:
‘માતા જ્યેષ્ઠાર્ય વનમાં જશે, હું પણ તેમની સાથે જઈશ. મર્યાદા-મહોદધિ શ્રી રામના વિના લક્ષ્મણ એક ક્ષણ પણ અહીં રહી શકશે નહીં.'
સુમિત્રાએ ઘણી મહેનતે ધૈર્ય ધારણ કર્યું. મનોમન કંઈક વિચાર્યું અને કહ્યું:
‘વત્સ, તારી વાત યથાર્થ છે. સુંદર વાત છે કે મારો પુત્ર જ્યેષ્ઠાર્યનું અનુસરણ કરશે! રામને ગયે સમય થયો છે, તે બહુ દૂર ન ચાલ્યા જાય, માટે વત્સ વિલંબ ન કર.'
‘સરસ...સરસ...માતા! મારી માતા, તારા આશીર્વાદ અમારા સહુની રક્ષા
કરશે.'
લક્ષ્મણજી ત્યાંથી અપરાજિતાને પ્રણામ ક૨વા માટે ગયા. સુમિત્રા ‘હા...લક્ષ્મણ...’ કરતી ભૂમિ પર મૂર્છિત બની ઢળી પડી.
For Private And Personal Use Only