________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૨૭
પહેલો વિસામો
‘માયોપાયો ચનીયસિા
બળવાનની સામે બળ નહીં પણ કળથી કામ કરાય. વજ્રકર્ણે આ રીતે પોતાનું કામ ધપાવ્યે રાખ્યું. પરંતુ આ માયા લાંબો સમય ન ટકી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્રકર્ણ પ્રત્યે દ્વેષ ધરાવતા કોઈ ખલપુરુષે સિંહોદર રાજા સમક્ષ ભેદ ખોલી નાખ્યો! ‘વજકર્ણ આપને નમસ્કાર નથી કરતો. આપને નમન નહીં કરવાની તેણે પ્રતિજ્ઞા કરી છે. એ તો નમે છે એના ભગવાનને, ભગવાનની નાની મૂર્તિ એણે પોતાની વીંટીમાં જડાવી રાખી છે.’ સિંહોદર રોષથી ધમધમી ઊઠ્યો!
મુસાફર શ્રી રામની સામે જોઈ રહ્યો. રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી એકાગ્રતાથી અવન્તી દેશના એ ઉજડાયેલા પ્રદેશ પાછળ છુપાયેલા ઇતિહાસને સાંભળતાં હતાં. મુસાફર પણ એકેય વાત છૂપાવ્યા વિના, જે તેણે જાણ્યું હતુ તે બધું કહી રહ્યો હતો.
‘સિંહોદરના રોષની જાણ એક માણસને થઈ ગઈ, એ પણ વિચિત્ર સંયોગમાં જાણ થઈ. તે પહોંચ્યો વજ્ર કર્ણની પાસે, વજ્ર કર્ણને સમાચાર આપ્યા. વજ્ર કર્ણ ચોંકી ઊઠ્યો. તેણે પેલા માણસને પૂછ્યું, ‘તને કેવી રીતે ખબર પડી કે મારા પર સિંહોદર રોષે ભરાયો છે?’ પેલા માણસે વજ્ર કર્ણને કહ્યું:
‘કુંદપુર નગરમાં ‘સમુદ્ર સંગમ' નામના એક શ્રદ્ધાસંપન્ન શ્રાવક રહે છે. તેમને યમુના નામની સુશીલ પત્ની છે. તેમને ‘વિધુતુ-અંગ નામનો પુત્ર છે અને તે હું પોતે.’ પોતાની આટલી ઓળખાણ આપી વિધુતુ-અંગે વાત આગળ લંબાવી.
‘મારા પિતાનો ધંધો તાંબા-પિત્તળનાં વાસણો વેચવાનો છે. હું જ્યારે યૌવનમાં આવ્યો, ત્યારે પિતાએ ધંધાનો ભાર મારા માથે મૂક્યો, હું ધંધામાં નિપુણ થયો. એક દિવસની વાત છે. હું વાસણોનાં ગાડાં ભરીને વેચવા માટે ઉજ્જયિની નગરીમાં આવ્યો. મેં સારા ભાવમાં વાસણો વેચીને ધન મેળવ્યું. પછી હું ઉજ્જયિની નગરીમાં ફરવા માટે નીકળ્યો, રાજમાર્ગ પરથી હું ઉજ્જયિનીની શોભા જોતો પસાર થતો હતો ત્યાં મારી દૃષ્ટિ એક ઊંચી સુંદર હવેલી પર પડી. હવેલીના કલાત્મક ગોખમાં એક ખૂબસૂરત યૌવના બેઠી હતી. મેં એની સામે જોયું. એણે મા૨ા સામે જોયું. એના કટાક્ષોથી હું વીંધાઈ ગયો. કામવશ બની ગયો.
‘એ હતી વેશ્યા. એનું નામ કામલતા. એણે ઇશારો કર્યો. એના ઇશારાએ મને ખેંચ્યો. એક રાતનો સમાગમ કરવાની અભિલાષાથી હું ગયો. એક રાતના છ મહિના થઈ ગયા! છ મહિનામાં મેં મારું સર્વસ્વ ગુમાવ્યું. ધરેથી ધન
For Private And Personal Use Only