________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૭
ડ કg ?'
જૈન રામાયણ મંગાવતો ગયો, પુત્રવત્સલ પિતાજી ધન મોકલતા ગયા અને મેં પિતાજીની સર્વ સંપત્તિ ગુમાવી દીધી. વેશ્યાના મોહમાં હું એવો બંધાઈ ગયો હતો કે તે મોહબંધનથી છૂટવું તે મારા માટે મુશ્કેલ હતું. એક દિવસ વેશ્યાએ મને કહ્યું : પ્રિય, મારી એક ઇચ્છા પૂર્ણ કરીશ?” તારા માટે હું સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છું. બોલ તારી શું ઇચ્છા છે?” સિંહોદરની રાણી શ્રીધરા પાસે જેવા કુંડલ છે, તેવા કુંડલ તું મને લાવી આપ.” કામલતાની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. મારી પાસે જે સંપત્તિ હતી તે સર્વે હું ખોઈ બેઠો હતો. કામલતાને આપી ચૂક્યો હતો. મારી પાસે કંઈ ન હતું. કામલતાને મારી નિર્ધન દશાની ખબર ન પડે, તેમ હું ચાહતો હતો, કારણ કે મને ભય હતો કે જો મને નિર્ધન જાણે તો મારી સાથે પ્રેમ ન કરે, મને કાઢી મૂકે. તેથી મેં કુંડલ ચોરી લાવીને કામલતાને આપવાનું વિચાર્યું.'
એક રાતે હું રાજમહેલ તરફ ઊપડ્યો. ચાલાકીથી રાજાના મહેલમાં પ્રવેશ કર્યો. શ્રીધરાના શયનખંડ સુધી પહોંચી ગયો, પરંતુ શયનખંડમાંથી રાજારાણીની વાર્તાલાપનો અવાજ આવતો હતો, તેથી હું બહારના ભાગમાં છુપાઈ રહ્યો, અને વાર્તાલાપ સાંભળવા લાગ્યો.”
મુસાફર વાત કર્યો જતો હતો. સીતાજી શ્રી રામની વધુ નિકટમાં આવી વાત સાંભળવા લાગ્યાં. લક્ષ્મણજી પણ વાત સાંભળવામાં એકાગ્ર બની ગયા હતા. વાત આગળ વધી. શ્રીધરા સિંહોદર રાજાને પૂછતી હતી. “નાથ આપને આજે નિદ્રા આવતી નથી. આપ ઉદ્વિગ્ન દેખાઓ છો. એવી તે શી ચિંતા આપને વળગી છે?' સિહોદરનો અવાજ સંભળાયો.
દેવી, મને નિદ્રા કેવી રીતે આવે? જ્યાં સુધી પેલા વજકર્ણને હું મારું નહિ! તે મને પ્રણામ પણ કરતો નથી. હું કાલે સવારે તેને હણીશ. હું તેના પરિવારનો નાશ કરીશ. આ એક રાત વીતી જવા દે.'
આ સાંભળીને રાજાના આ શબ્દો સાંભળીને મને વિચાર આવ્યો. “વજ કર્ણ મારો સાધર્મિક છે, મારે તેને કુલનાશમાંથી બચાવી લેવો જોઈએ. મેં ચોરીનું કામ પડતું મૂક્યું અને અહીં દોડ્યો આવ્યો છું.
વજ કર્ણને સમાચાર આપનાર વિદ્યુત-અંગે પોતાની વાત સમાપ્ત કરી.
For Private And Personal Use Only