________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
પહેલો વિસામો વજ ક તરત નગરમાં ધાન્ય અને બળતણનો વિશાળ જથ્થો ભરી દેવરાવ્યો અને નગરના દરવાજા બંધ કરી દેવા આજ્ઞા ફરમાવી. દૂરથી વજકણે જોયું તો આકાશ ધૂળથી ઢંકાયે જતું હતું. સિહોદરની અપાર સેના ચઢી આવતી હતી. દશાંગપુર નગર ભયથી વ્યાકુળ બની ગયું. મધ્યાહ્ન થતાંમાં તો સિંહોદરે દશાંગપુરને ચારેકોરથી ઘેરી લીધું, જેમ ચંદનના વૃક્ષને સર્પો ઘેરી લે છે.” સિહોદરનો દૂત વજ કર્ણની રાજસભામાં આવીને ઊભો.
“હે માયાવી વજકર્ણ, મહારાજા સિંહોદર સાથે તે ભયંકર માયા ખેલી છે. તેમને પ્રણામ કરવાનો ઢોંગ કરી, સાચેસાચ તું આગંળીમાં રાખેલા ભગવાનને નમે છે. હવે તારો વિનાશ નજીક છે. જો તું એ વીંટીને કાઢી નાખી સાચેસાચ મહારાજા સિહોદરનાં ચરણે નહીં નમે તો આખા કુટુંબ સાથે યમસદનમાં પહોંચી જઈશ.”
દૂતનાં કટુ-વચનોનો સામો પ્રત્યાઘાત આપ્યા વિના, શાંત ચિત્તે અને શાંત શબ્દોમાં વજકર્ણે કહ્યું :
“દૂત, મહારાજા સિંહોદરને કહેજે, વજ કર્ણને એના બળનું અભિમાન નથી, પરંતુ ધર્માભિમાન છે! વિના અરિહંત હું કોઈને નમતો નથી, એ મારો ધાર્મિક અભિગ્રહ છે. મહારાજા સિંહોદરને શું જોઈએ છે? એક નમસ્કાર વિના જે કંઈ જોઈએ, મારું સર્વસ્વ તેઓ લઈ શકે છે. હા, વજકર્ણ સિહોદરને નમસ્કાર તો નહીં જ કરે!
દૂત સાંભળતો જાય છે. વજકર્ણ કંઈક અટકીને આગળ બોલે છે- “દૂત, અથવા તો મારે આ રાજ કે સમૃદ્ધિ કંઈ જ જોઈતું નથી. મને ધર્મદ્વાર આપો, મને ધર્મની ખાતર, ધર્મના અભિગ્રહનું પાલન કરવા ખાતર અહીંથી જવા દો, મારા માટે ધર્મ એ જ ધન છે.”
દૂત ત્યાંથી રવાના થઈ ગયો. મહારાજા સિંહોદરની પાસે જઈ વજા કર્ણનો જવાબ કહ્યો. અભિમાની સિહોદરે વજ કણે કહેલી હકીકતનો ઇન્કાર કર્યો, પ્રાર્થનાનો તિરસ્કાર કર્યો. એ બરાડી ઊઠ્યો.
હું ધર્મ કે અધર્મ ગણતો નથી, પાપ-પુણ્ય માનતો નથી. વજ ક મને નમવું જોઈએ.’
તેણે સૈનિકોને આજ્ઞા ફરમાવી દીધી. દશાંગપુરને સખત રીતે ઘેરી લેવામાં
આવ્યું.
‘હે સપુરુષ, નગરને ઘેરીને સિહોદર હજુ ઊભો જ છે. સિહોદરના
For Private And Personal Use Only