________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
પ૨૫ હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર અને પરિગ્રહથી આત્માને નરક-પશ અને મનુષ્યની હલકી અવસ્થાઓ ભોગવવી પડે છે. ઘોર દુ:ખ, મયંકર ત્રાસ અને વિચિત્ર વિટંબણાઓના ભોગ બનવું પડે છે - એ હકીકત વિજ કર્ણના હૃદયમાં ઉતારી.
“મહામુનિ ખરેખર કરુણાસાગર હોય છે...” રામચંદ્રજી બોલી ઊઠ્યા. “પછી શું થયું?' “પછી? વજકર્ણના હૃદયના દરવાજા ખૂલી ગયા. તેને ધર્મ સમજીને ધર્મમય જીવન જીવવાની અભિલાષા જાગી. મહામુનિએ વજ કર્ણને પરમાત્મા વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ સમજાવ્યું. નિગ્રંથ મુનિનું જીવન બતાવ્યું અને અહિંસામૂલક ધર્મનું સ્વરૂપ બતાવ્યું. દેશવિરતિ શ્રાવકપણાનાં કર્તવ્યો સમજાવ્યાં અને સર્વવિરતિ સાધુજીવનની આરાધના સમજાવી.”
મુસાફરનું ગળું સુકાતું હતું. સીતાજીએ પાણી લાવી આપ્યું. કૃતજ્ઞભાવ દર્શાવતો મુસાફર પાણી પીને વાત આગળ લંબાવે છે.
સામન્ત વજકર્ણ શ્રાવક બન્યો. બાર વ્રતોનો તેણે સ્વીકાર કર્યો. તેણે એક મહાન પ્રતિજ્ઞા કરી!
શાની પ્રતિજ્ઞા?' રામચંદ્રજીએ ઉત્સુકતાથી પૂછ્યું.
હું અરિહંત પરમાત્માને જ નમીશ. હું નિગ્રંથ સાધુને જ નમીશ. એ સિવાય બીજા કોઈ દેવ કે મુનિને નહીં નમું. “સરસ નિયમ કર્યો!' રામચંદ્રજી બોલી ઊઠ્યા.
પછી ત્યાંથી વજ ક રાજા દશાંગપુર નગરમાં પાછો આવ્યો. શ્રાવકપણાનું ઉત્તમ પાલન કરવા લાગ્યો... પરંતુ એના મનમાં એક ચિંતા પેસી ગઈ.”
શાની ચિંતા?' લક્ષ્મણજીએ પૂછ્યું.
એને વિચાર આવ્યો: “મારે અભિગ્રહ છે કે વીતરાગદેવ અને નિર્ગસ્થ મુનિ સિવાય બીજા કોઈને નમસ્કાર ન કરવા. એટલે સિહોદર રાજાને હું નમન નહિ કરું. એ વીતરાગનો અનુયાયી નથી. તેની સાથે શત્રુતા બંધાશે. તે બળવાન છે. તેની શક્તિ મારાથી મહાન છે,' આ પ્રમાણે વિચાર આવવાથી તે ચિંતાતુર બની ગયો. પરંતુ આ ચિતામાંથી ઉગારનાર એક નવો વિચાર તેને
! તેણે પોતાની વીંટીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ જડાવી લીધી! પછી જ્યારે જ્યારે સિંહોદર રાજા પાસે જાય ત્યારે મસ્તક નમાવે. રાજા એમ સમજે કે “મને નમે છે જ્યારે વજ કર્ણ વીંટીના મુનિસુવ્રતસ્વામીને નમતો હતો!
For Private And Personal Use Only