________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૪
પહેલો વિસામો “વાત લાંબી છે...' કોઈ ચિન્તા ન કર, અમારો સમય વ્યતીત થશે અને વાત જાણવા મળશે.” “સાંભળો ત્યારે.” મુસાફરે કપડાના છેડાથી પસીનો લૂછી, ગળું સાફ કરી વાતનો પ્રારંભ કર્યો.
આ અવન્તી દેશ છે. અવન્તી દેશની રાજધાની અવન્તીનગરી છે. અવન્તીનો રાજા છે સિહોદર, સિંહ જેવો એ પરાક્રમી છે, શત્રુઓ તેના નામમાત્રથી ફફડે છે.
આ જ અવન્તીદેશમાં દશાંગપુર નગર છે. નગરનો સામંત રાજા વજકર્ણ, બુદ્ધિમાન અને બાહોશ સામત છે. વજ કર્ણ શિકારનો ભારે રસિયો!
એક દિવસે શિકાર માટે તે જંગલમાં ગયો. હજુ એને શિકાર મળ્યો ન હતો. એણે વૃક્ષ નીચે એક મુનિને ધ્યાનદશામાં ઊભેલા જોયા. વજ કર્ણને આશ્ચર્ય થયું... “આવા જંગલમાં, ઝાડની જેમ આ સાધુ કેમ ઊભો હશે?' તે મુનિની પાસે ગયો અને પૂછ્યું :
અહીં અરણ્યમાં આમ ઝાડની જેમ કેમ ઊભા છો?' મહામુનિએ ધ્યાન પૂર્ણ કરી જવાબ આપ્યો : આત્મહિત માટે.” “આત્મહિત? અહીં અરણ્યમાં આત્મહિત? જ્યાં કોઈ ખાવાનું-પીવાનું ન મળે, જ્યાં કોઈ મનુષ્ય જોવા ન મળે, ત્યાં આત્મહિત કેવી રીતે થાય?”
વજ કર્ણ ત્યાં બેઠો અને મુનિ શો જવાબ આપે છે તે સાંભળવાની તેણે આતુરતા બતાવી.
મહાભાગ, ધ્યાન દઈને સાંભળજો. આત્મહિત ધર્મથી થાય છે. ધર્મની ઉપાસના કરવા માટે અમે સાધુ બન્યા છીએ અને ધ્યાનરૂપી ધર્મની આરાધના કરવા માટે અરણ્યમાં આવીને ધ્યાન ધરીએ છીએ.”
મુસાફર રામચંદ્રજીને કહે છે :
પુણ્યપુરુષ, ત્યાં એ મહામુનિએ વજ કર્ણને શરીરથી આત્મા જુદો છે એ સમજાવ્યું. આત્માનું હિત ખાવાપીવાથી કે ભોગવિલાસથી નથી થતું બલકે એનાથી અહિત થાય છે એ વાત સમજાવી. અહિંસા, સંયમ અને તપથી આત્માનું કલ્યાણ થાય, પરલોક સુધરે અને જન્મ-મરણનો અંત આવી જાય, એ વાત જણાવી. અહિંસા, સંયમ અને તપ-ત્રિવિધ ધર્મની ઉપાસના કરવા માટે આ મનુષ્યજીવનનો કાળ જ ઉપયુક્ત છે, એનું હૃદયસ્પર્શી વિવેચન કર્યું.
For Private And Personal Use Only