________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
ભરતનો રાજ્યાભિષેક “મહારાજા, આર્યપુત્રે ભારતનો રાજ્યાભિષેક કરી દીધો છે.” રામ ક્યાં?' ઉત્સુકતાથી દશરથે પૂછ્યું. તેઓ દક્ષિણ દિશામાં આગળ વધ્યા છે. તેમણે પાછા ફરવાનો ઇન્કાર કર્યો.” દશરથ ખિન્ન થયા, પરંતુ હવે તેમણે ચારિત્રમાર્ગે પ્રયાણ કરવાની તૈયારીઓ આરંભી દીધી. મહાત્મા સત્યભૂતિ અયોધ્યાના ઉદ્યાનમાં બિરાજેલા હતા.
આખા નગરમાં મહારાજા દશરથના ચારિત્રપ્રયાણની ઘોષણા કરવામાં આવી. બીજી બાજુ ભરતનો રાજ્યાભિષેક મહોત્સવ મનાવવામાં આવ્યો.
વિશાળ પરિવારની સાથે મહારાજા દશરથે ચારિત્ર સ્વીકાર્યું. ભરતે સર્વે જિનમંદિરોમાં અષ્ટાનિકા મહોત્સવ ઊજવ્યો. ગરીબોને દાન દીધાં. બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કર્યા.
અયોધ્યાનાં હજારો નર-નારીઓએ એ દિવસે મહારાજા દશરથની સાથે ચારિત્ર લીધું. એ કાળે નિવૃત્તિમાર્ગની અપૂર્વ ચાહના હતી.
ભરતે રાજ્યભાર સંભાળી લીધો. શત્રુઘ્ન ભરતના કાર્યમાં સહયોગ આપવા માંડચો, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા – ચારેય રાજમાતાઓ અયોધ્યાનું રાજ્ય ફૂલેફાલે અને અયોધ્યાની પ્રજા સુખી-સમૃદ્ધ બને તેવી શુભ કામનાઓ કરવા લાગી.
ભરત રાજ્ય કર્યે જતો હતો. પરંતુ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાનું સ્મરણ હૃદયને હંમેશાં દુઃખી કરી રહ્યું હતું. તેના વૈરાગી આત્માને આ શલ્ય હંમેશાં ખૂંચતું હતું
શ્રી રામચંદ્રજીના એક સેવક તરીકે ભરત રાજ્ય કરતો હતો. ચિત્તની અશાંતિ દૂર કરવા તે અરિહંત પરમાત્માના પૂજનમાં દિલ લગાવતો અને પોતાના વિરાગભાવને વૃદ્ધિગત કરતો હતો.
એ દિવસે, જ્યારે મહારાજા દશરથે સંયમ સ્વીકાર્યું હતું ત્યારે ભારતનું સંસારવિરક્ત હૃદય કેવું રડ્યું હશે? પરંતુ એના હૃદયનું કલ્પાંત સાંભળનાર ત્યાં કોણ હતું? એના પર પિતા અને ભ્રાતાનું દબાણ થયું અને તેણે અયોધ્યાના સિંહાસને બેસવું પડ્યું. તેનું હૃદય સંસારના ભાવોથી વિરક્ત હતું. એની સંસારત્યાગની અભિલાષા મનમાં રહી ગઈ. છતાં જ્યારે એવો સુઅવસર આવી મળે ત્યારે એ અભિલાષાને સફળ બનાવવાનો દઢ સંકલ્પ એણે કર્યો હતો.
મનમાં વૈરાગી ભરતજી અયોધ્યામાં રાજ્ય સંભાળે છે. શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી અવની દેશમાં પ્રવેશે છે.
For Private And Personal Use Only