________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૨૧ શ્રી રામે કેકેયીનાં ચરણોમાં વંદના કરી. લક્ષ્મણજી તથા સીતાજીએ પણ વંદના કરી. ભરતે શ્રી રામનાં ચરણોમાં વંદના કરી, લક્ષ્મણજી તથા સીતાજીના ચરણોમાં પણ વંદન કરી આશીર્વાદ લીધા.
સહુને સ્નેહભીની વિદાય આપી શ્રી રામે દક્ષિણમાં પ્રયાણ કર્યું.
શ્રી રામે પિતૃવચનના પાલન ખાતર વનવાસ સ્વીકાર્યો. ભરતે ભ્રાતૃઆજ્ઞાના પાલન ખાતર અનિચ્છાએ રાજ્ય સ્વીકાર્યું!
શ્રી રામ, પિતા દશરથે કેકેયીને આપેલા વચનની યોગ્યતા-અયોગ્યતાની ચર્ચા ન કરી. કેકેયીએ માગેલું વચન ન્યાયી છે કે અન્યાયી છે તેનો નિર્ણય કરવાની ઝુંબેશ ન ઉઠાવી. એમણે તો એટલું જ વિચાર્યું કે “પિતાજીએ કેકેયીને આપેલા વચનનું પાલન થવું જ જોઈએ.” તે પાલન કરવા માટે રાજ્ય ઉપરનો પોતાનો અધિકાર તો જતો કર્યો જ, ઉપરાંતમાં વનવાસ સ્વયં સ્વીકારી લીધો.
પિતાના એક વચનનું પાલન થાય, એ માટે શ્રી રામે કેટલાં સુખ જતાં કર્યા? કેટલાં કષ્ટ ઉઠાવી લીધાં? પિતૃભક્તિનો આ મહાન આદર્શ છે. શ્રી રામે આ આદર્શ જીવી બતાવ્યો. પતિભક્તિથી પ્રેરાઈને સીતાજીએ વનનો માર્ગ પસંદ કર્યો. સીતાજી અયોધ્યામાં કૌશલ્યા પાસે ન રહ્યાં તેવી રીતે મિથિલા પણ ન ગયાં! જ્યાં પતિ ત્યાં પત્ની! તેમણે શ્રી રામને સલાહ આપવાનું પસંદ ન કર્યું કે “શા. માટે વનમાં જાઓ છો? ભલે રાજ્ય ભરતને મળે, આપણે શા માટે વનમાં જવું? અયોધ્યા નહીં તો બીજા નગરમાં જઈને વસીએ.... આવાં વચન તે અપાતાં હશે ને લેવાતાં હશે? તે છતાં ભલે આપના પિતાજીએ વચન આપ્યું ને કૈકેયીએ લીધું. હવે ભરત પતે રાજ્ય ન સ્વીકારે એમાં આપણે વનમાં જવાનું શું કામ?' આવી કોઈ સલાહ ન આપી! એ તો શ્રી રામના માર્ગે ચાલી નીકળ્યાં.
ભ્રાતૃભક્તિ-પ્રેમનું જ્વલંત ઉદાહરણ લક્ષ્મણજીએ પૂરું પાડ્યું. અપરિમેય પરાક્રમના સ્વામી હોવા છતાં, તેમણે મોટાભાઈને પગલે જ ચાલવાનું પસંદ કર્યું. આ બધી બનેલી ઘટના પસંદ ન હોવા છતાં અંતિમ નિર્ણય શ્રી રામનો સ્વીકાર્યો.
ભરત, કેકેવી વગેરે અયોધ્યામાં પાછા આવી ગયાં, સામંતોએ અને મંત્રીઓએ મહારાજા દશરથને સમાચાર આપ્યા:
For Private And Personal Use Only