________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૯
જૈન રામાયણ
‘ભરત રાજ્યનો લોભી છે' એવો ખ્યાલ બંધાયો છે. ભૂલ માતાની છે અને દોષારોપણ મારા પર થયું છે. આપ મને અયોધ્યામાં લઈ ચાલો અને મારું દોષારોપણ દૂર કરો.'
ભરતના કંઠમાં દર્દ હતું. તેના સ્વરમાં કંપન હતું. હૃદય અપાર અને અકથ્ય વેદનાથી ભરેલું હતું. તે એકીટસે રામચંદ્રજી સામે જોઈ રહ્યો હતો.
રામચંદ્રજી મૌન હતા, લક્ષ્મણજી મૌન હતા. સીતાજી પૃથ્વી પર દૃષ્ટિ રાખીને ઊભાં હતાં. કૈકેયી અને મંત્રીઓ સામંતો... સહુની દૃષ્ટિ શ્રી રામચંદ્રજી પર મંડાયેલી હતી.
‘આપ અોધ્યા પધારીને રાજ્યશોભા ધારણ કરો, જગન્મિત્ર લક્ષ્મણ આપના અમાત્ય બનશે; હું આપનો પ્રતિહારી બનીશ અને શત્રુઘ્ન આપનો છત્રધર બનશે.’ શ્રી રામનું મૌન ચાલુ રહ્યું. ભરતની વાત તેઓ સાંભળતા રહ્યા. ભરતની વાતનું અનુસંધાન કરતાં કૈકેયી બોલી:
‘વત્સ, અનુજની વિનંતીનો સ્વીકાર કર. તું ભરતને ચાહે છે, તું માતૃવત્સલ . મારી એક વાત માન. અયોધ્યામાં જે કંઈ બન્યું છે તેમાં તારા પિતાજીનો કોઈ દોષ નથી. ભરતનો કોઈ ગુનો નથી. અપરાધ છે આ પાપી કૈકેયીનો..' કૈકેયી ગદ્ગદ્ કંઠે બોલ્યે જતી હતી- રામ, સ્ત્રી જાતમાં આવા બધા દોષો સ્વાભાવિક નથી હોતા? એક કુલટાપણું છોડીને સ્ત્રીસુલભ બધા દોષો મારામાં છે. હું દોષોની ખાણ છું. બધા જ દોષો મારામાં મૂર્તિમંત બન્યા છે. હું તને વિશેષ શું કહું? કૈકેયી રડી પડી, બે હાથમાં મુખ છુપાવીને. આંસુ નીતરતી આંખે તેણે રામ તરફ જોયું ને પુનઃ બોલીઃ ‘વત્સ, મેં પતિને દુ:ખી કર્યા. એમના ચારિત્રમાર્ગે પથ્થર બનીને હું પડી. ભરતના હૃદય પર કારમા ઘા કરનારી બની. તારા અને લક્ષ્મણના પ્રત્યે તો હું ધોર અન્યાય કરનારી બની. પેલો શત્રુઘ્ન પણ કેવું કાળું રુદન કરે છે. અને આ’... સીતા તરફ દૃષ્ટિ કરીને...‘કમળથી પણ કોમળ કાયાવાળી પુત્રવધૂને મેં વન-વન ભટકતી કરવાનું પાપ કર્યું. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનાં કારમાં કલ્પાંતને હું સાંભળી શકતી નથી. રામ, વત્સ રામ.’ શ્રી રામનો હાથ પોતાના હાથમાં લઈને- ‘મને ક્ષમા કર...' કૈકેયી છાતીફાટ રુદન કરવા લાગી.
કૈકેયીના રુદને સહુને રડાવ્યા, પણ શ્રી રામ ન રડવા, લક્ષ્મણજી મૌન રહ્યા. સીતાજી સ્વસ્થ હતાં.
‘આપ અયોધ્યા પધારો, આપના વિના અયોધ્યામાં સૂનકાર છવાયો છે. રાજગાદી પર આપ આરૂઢ થાઓ.' ભરતે આજીજી કરી.
For Private And Personal Use Only