________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૦.
ભારતનો રાજ્યાભિષેક શ્રી રામચંદ્રજીના મુખ પર દઢતા તરવરતી હતી. તેમના પર કેકેયીની કાકલૂદી કે ભારતની આજીજીની કોઈ અસર વર્તાતી ન હતી. તેઓ ગંભીર અવાજે બોલ્યા:
“હું મહારાજા દશરથનો પુત્ર છું, કરેલી પ્રતિજ્ઞાને કેવી રીતે છોડું? પિતાજીએ સ્વમુખે ભરતને રાજ્ય આપ્યું છે અને એમાં મેં મારી અનુમતિ આપી છે. હવે એમાં ફેરફાર કરાય જ કેમ? માતા, તમારો કોઈ દોષ નથી. તમે મને વનમાં જવા ફરજ પાડી નથી. હું સ્વેચ્છાથી વનમાં આવ્યો છું. આપનો આશય ભરત ચારિત્ર ન લે અને સંસારમાં રહે, એટલો જ હતો. મારો આશય ભરત રાજગાદી પર બેસે એટલો જ છે. તમારા પ્રેમને, લાગણીઓને હું કચડવા માગતો નથી, પરંતુ એ પ્રેમ કરતાં કર્તવ્ય, પ્રતિજ્ઞા મહાન છે. કર્તવ્યને નભાવવા માટે પ્રેમને જતો કરવો પડે તો કરવો, પરંતુ પ્રતિજ્ઞાનું પાલન થવું જ જોઈએ. પ્રતિજ્ઞાનો ભંગ કેવી રીતે થાય? હજુ પિતાજી જીવંત છે અને હું પણ જીવંત છું.'
રામચંદ્રજી ભરત તરફ ફરી બોલ્યા, “ભરત, તારે પિતાજીની અને મારી આજ્ઞાનું પાલન કરવું પડશે. રાજા બનવું પડશે.' કેકેયી તરફ જોઈને બોલ્યા:
માતા, જેવી રીતે ભારત માટે પિતાજીની આજ્ઞા અનુસરણીય છે એવી રીતે મારી આજ્ઞાનું પાલન પણ એના માટે અનુલ્લંઘનીય છે.'
રામચંદ્રજી ઊભા થયા. સીતાજી પાણી લઈ આવ્યાં અને રામચંદ્રજીએ ત્યાંજ રાજ્યાભિષેક કરી દીધો, સર્વ સામંતો અને મંત્રીઓએ મહારાજા ભરતનો જય” પોકાર્યો. સર્વ સામંતોને અને મંત્રીઓને ઉદેશીને શ્રી રામ બોલ્યા:
આજથી અયોધ્યામાં રાજ્યસુકાન ભરતને સોંપવામાં આવે છે. પિતાજીના સ્થાને ભરત આજથી સર્વમાન્ય મહારાજા બને છે. તમે સહુ ભારતની આજ્ઞાનું પાલન કરજો. જે રીતે પિતાજી તથા મારા પ્રત્યે તમે વિનય – મર્યાદા જાળવો છો તેવી જ રીતે ભારત પ્રત્યે વર્તજો. પિતાજીનું વચન આ રીતે પૂર્ણ થાય છે. તેઓ ચારિત્રમાર્ગની આરાધના-ઉપાસના કરી આત્માનું કલ્યાણ કરે.”
ભરતને ઉદ્દેશીને રામ બોલ્યા: ‘ભરત, પિતાજીના ચરણે અમારી વંદના કહેજે, ભગવાન ઋષભદેવથી ચાલી આવતી અયોધ્યાની રીતિનીતિ અને સંસ્કૃતિનું જતન કરજે. પ્રાણથી પણ વધુ પ્રજાને ચાહજે. તારામાં ગુણો અને શક્તિનો પાર નથી. તું જનપ્રિય રાજા બનીશ, એ નિઃશંક વાત છે. તારો માર્ગ કુશળ રહો.'
For Private And Personal Use Only