________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ 90. ભરતનો રાજ્યાભિષેક
મંત્રીઓએ અને સામંતોએ આવીને મહારાજા દશરથને બધી વાત કરી. દશરથ ખિન્ન થઈ ગયા. ચારિત્રમાર્ગે પ્રયાણ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. રાજગાદી પર શ્રી રામ કે ભરત, આરૂઢ થવા માગતા ન હતા. દશરથે ભરતને બોલાવ્યો.
“ભરત, જો આ મંત્રીઓ ને સામંતો પાછા આવ્યા. શ્રી રામ ન આવ્યા. હવે તું રાજગાદી સ્વીકારી લે, મારા માર્ગમાં તું વિનરૂપ ન બન.”
ભરતે નિરાશ વદનવાળા મંત્રીઓ અને સામંતો સામે જોયું. એને ખાતરી થઈ કે તેઓ ખૂબ પ્રયત્નોને અંતે નિરાશ થયેલા છે.
પિતાજી, મને વિશ્વાસ છે કે હું પોતે જઈને અગ્રજને પાછા લઈ આવીશ. તેઓ દયાનિધિ છે. મારા પર વાત્સલ્યથી ભરેલા છે. હું જાતે જઈશ. હા, રાજગાદી પર ક્યારેય બેસીશ નહીં, મને આગ્રહ ન કરો.
ભરત...” દશરથની આંખો ચિંતાથી વ્યાકુળ હતી. તાતપાદ, હું અગ્રજને પ્રસન્ન કરીશ' ભરત ઊઠીને જવા તૈયાર થાય છે ત્યાં ખંડમાં કેકેયીએ પ્રવેશ કર્યો. કૈકેયીના મુખ પર ગંભીરતા હતી. આંખોમાં વેદના હતી. તેણે ઉચિત આસન લીધું. બે ક્ષણ મૌન રહી પછી તે બોલી:
નાથ.' દશરથે કેકેયી સામે જોયું “આપે ભરતને રાજ્ય આપી વચન પાળ્યું, પરંતુ આપનો વિનયી પુત્ર રાજ્ય નથી સ્વીકારતો અને તેથી જે પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, તેથી અમે દુ:ખી છીએ. ભરતની બીજી માતાઓને અને મને ઘણું દુ:ખ છે.”
કૈકેયીની આંખો આંસુથી ભીની થઈ ગઈ. “મેં દીર્ઘદૃષ્ટિથી વિચાર્યું નહીં. ટૂંકી બુદ્ધિથી મોટું સાહસ કરી બેઠી. કેવું ઘોર પાપ કર્યું. આપને ચાર પુત્રો હોવા છતાં રાજ્ય કોને આપવું એની ચિંતા મેં ઊભી કરી દીધી. આપને ચિંતાની આગમાં ધક્કો માર્યો. સ્વામીનાથ, મને ક્ષમા કરો. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનાં કારમાં કલ્પાંત મારા હૃદયના ટુકડા કરી નાખે છે. આનંદ અને ઉલ્લાસમાં ઝૂલતી અયોધ્યાને મેં પાપિણીએ શોક અને આક્રેદમાં પટકી દીધી.”
કૈકેયી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દશરથની આંખો પણ આંસુભીની થઈ ગઈ. સામંતો અને મહામંત્રીઓનાં હૃદય પણ કેકેયી પ્રત્યે સહાનુભૂતિવાળાં બની ગયાં.
For Private And Personal Use Only