________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૧૫ છે. જેમ તમે તમારા કર્તવ્યોને પાળો છો, તેમ મને મારા કર્તવ્યને નિભાવવા દો. અયોધ્યાના સિંહાસને ભારતનો રાજ્યાભિષેક કરી દો.”
હે કુમાર, ભરતજી તો આપના ગયા પછી શોક,” આકંદ અને વિલાપ જ કરતા રહ્યા છે. તેમણે રાજ્યાભિષેક માટે સાફ ના પાડી દીધી છે.
રામચંદ્રજી વિચારમાં પડી ગયા. મંત્રીવર્ગ તેમના સામે જોઈ રહ્યો. “તો શું મારા આવવાથી ભરત રાજ્ય સ્વીકારશે એમ માનો છો?' નહીં કુમાર.' “તો પછી મારું પુનરાગમન શા માટે ?' મહારાજા આપનો રાજ્યાભિષેક કરવા ચાહે છે.” તે મને ઉચિત લાગતું નથી. પિતાજીએ આપેલા વચનનું પાલન થવું જ જોઈએ.’
પરંતુ વચન-પાલન તો થઈ જ ગયું ને, કુમાર! મહારાજાએ રાણી કેકેયીએ માગ્યા મુજબ ભરતને રાજ્ય આપ્યું. હવે ભરત તે ન સ્વીકારે, અને મહારાજા આપને રાજ્ય આપે, તેમાં વચનભંગ કેવી રીતે કહેવાય?' મહામંત્રીએ બુદ્ધિને કિસી તર્ક મૂક્યો.
જ્યાં સુધી ભારત રાજ્ય સ્વીકારે નહીં ત્યાં સુધી પિતાજીએ રાજ્ય આપ્યું ન કહેવાય. ભરતે રાજ્ય સ્વીકારવું જ જોઈએ.'
“એ નથી સ્વીકારતા એ મોટી સમસ્યા છે ને...” ‘ભરતે પિતાજીના વચનની ખાતર રાજ્ય સ્વીકારવું જ જોઈએ.'
કુમાર, અમે આપને વિશેષ શું કહીએ? આપના વિરથી માતા કૌશલ્યાનાં આંસુ સુકાતાં નથી. મહારાજાના ચારિત્ર-માર્ગે મોટું વિઘ્ન ઊભું થયું છે.'
માતા કૈકેયીએ પણ કબૂલ્યું છે કે હવે મારું વચન પૂર્ણ થઈ ગયું છે. રામને ગાદી પર આરૂઢ કરો. અમારી આપને આજીજીભરી વિનંતી છે કે આપ અયોધ્યા પધારો...' મહામંત્રીનો સ્વર ભારે થઈ ગયો. એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેમણે શ્રી રામના ચરણ પકડી લીધા. શ્રી રામચન્દ્રજીએ મહામંત્રીના હાથ પકડી લીધા અને ભેટી પડ્યા.
“મહામાત્યજી, આપ વિવેકી . ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને વિવેદષ્ટિથી સમજવી જરૂરી છે. હું અયોધ્યામાં રહું તો ભરત કદાપિ રાજ્યગાદી પર ન બેસે. એનો મારા પર કેટલો સ્નેહ છે? મને એ પિતાતુલ્ય માને છે. એ આજે નહીં તો કાલે રાજગાદી પર બેસશે, જો હું અયોધ્યામાં નહીં હોઉ તો! માટે જ મેં વનવાસની પ્રતિજ્ઞા કરી છે.”
For Private And Personal Use Only