________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૧૩ ભરત, રામ પ્રત્યેના રોષથી કેકેયીએ આ પગલું નથી ભર્યું, તારા પ્રત્યેના મમત્વથી આ પગલું ભર્યું છે.”
તો શું રામચન્દ્રજી પુત્ર નથી? હું જ પુત્ર છું? એક પુત્ર પરનું એવું મમત્વ શા કામનું કે જેમાં બીજા પ્રત્યે હડહડતો અન્યાય થતો હોય. આજે રાજકુલ રડે છે. આખી અયોધ્યા રડે છે. સહુનાં ચિત્ત ખિન્ન અને ઉદાસીન છે.”
પરંતુ ભરત, તું એ ન ભૂલીશ કે તારી માતાએ તને રાજગાદી મળે એટલું જ માગ્યું છે. એ માગતી વખતે એને એ કલ્પના ન હતી કે રામને વનવાસ સ્વીકારવો પડશે. એ તો તે રાજગાદી સ્વીકારવાની વાત નકારી કાઢી ત્યારે રામે પોતે જ વનવાસ સ્વીકારી લીધો. તું જાણે છે ને કે રામ-લક્ષ્મણ અને સીતાના વનવાસ-ગમનથી કેકેયી કેટલી દુઃખી છે? તેનાં આંસુ સુકાતાં નથી.”
ભરત હીબકી હીબકીને રોતો હતો. તેણે દશરથના ઉત્સંગમાં પોતાનું મ છુપાવી દીધું. દશરથના પ્રેમભર્યા હાથ તેના મસ્તકે ફરવા લાગ્યા.
“પિતાજી, હું જ અધમ છું. મારે ખાતર મોટાભાઈને વનમાં જવું પડ્યું. પરંતુ હું શું કરું? શ્રી રામના વિરહની વેદના મારાથી સહી જતી નથી. આવી સ્થિતિમાં હું કેવી રીતે રાજગાદીએ બેસું? નહીં, હું રાજ ગાદી નહીં સ્વીકારું, એ રાજગાદીએ શ્રી રામ જ આરૂઢ થશે. હું તો એમના ચરણકમળની સેવા કરતો બેસીશ.”
દશરથ મૌન રહ્યા, ભરત રડતો રહ્યો. ત્યાં ખંડમાં કેકેયીએ પ્રવેશ કર્યો. દશરથે ઇશારાથી બેસવા આસન બતાવ્યું. કિકેયી મૌનપણે બેસી ગઈ. તેના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. તેની આંખો જોઈને લાગતું હતું કે એ ખૂબ રડી હોય,
ભરત રાજ્યાભિષેક માટે ના પાડે છે, હવે શું કરવું?' ચિંતામગ્ન ચહેરે દશરથે કૈકેયી સામે જોયું. કૈકેયી સાંભળતી રહી.
જ્યાં સુધી રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી હું પ્રવ્રજ્યા કેવી રીતે લઈ શકું?' દશરથ બોલ્યા.
રાજ્યાભિષેક તો આર્યપુત્ર શ્રી રામનો જ થશે. ભરતે મક્કમ સ્વરે રજૂઆત કરી.
રાજ્યાભિષેક રામનો થવો જોઈએ.” કેકેયીએ પોતાની સંમતિ આપી. ‘દેવી તમારું વચન?' દશરથના મુખ પર ઉત્સુકતા ઊઠી આવી. ‘નાથ, મારું વચન પૂર્ણ થઈ ગયું. આપે મારી માગણી સ્વીકારી, વચન
For Private And Personal Use Only