________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૧૧ | ‘બિચારી કેકેયીનો શો દોષ? દુષ્ટ કમનો જ્યારે ઉદય આવે છે ત્યારે જ આવું બને છે, અને તેની આંખમાંથી મોટાં મોટાં આંસુ ટપકી પડ્યાં.
મહારાજા દશરથની મૂછ દૂર થઈ. રામ-લક્ષ્મણ અને સીતા વનવાસે જાય છે, એ સમાચાર મળતાં જ મહારાજા નેહાકુલ બની ગયા અને તરત પરિવાર સાથે શ્રી રામની પાછળ ચાલ્યા. દશરથ સાથે ભરત, શત્રુઘ્ન, ચારેય મહારાણીઓ, મંત્રીઓ અને અન્ય દાસ-દાસીઓ ચાલ્યાં. શ્રી રામચન્દ્રજી વગેરે અયોધ્યાની બહાર નીકળી ગયા હતા. મહારાજા દશરથ ત્વરિત ગતિથી નગર બહાર આવ્યા. શ્રી રામચન્દ્રજીને ખબર પડતાં જ તેઓ ઊભા રહી ગયા. મહારાજાનાં ચરણોમાં ત્રણેયએ વંદના કરી. ત્રણેયને જોતાં જ દશરથ રડી પડ્યા. કૌશલ્યા આદિ પણ રડી પડ્યાં.
“પિતાજી, આપ મહાન રાજેશ્વર છે. વૈર્ય સંપન્ન મહાન વૈરાગી છો. આપે આ રીતે શોક કરવો ઉચિત છે? માતા કૈકેયીને આપે આપેલા વચનનું પાલન થવું જોઈએ. ઈશ્વાકુવંશના રાજાઓએ હમેશાં આપેલા વચનનું પાલન કર્યું છે. મારા વનવાસથી જ ભરત રાજ્ય ગ્રહણ કરશે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. શ્રી રામ બોલ્યું જતા હતા, દશરથની દૃષ્ટિ નીચે હતી. “આપના વચનનું પાલન થાય છે. માતાની અભિલાષા પૂર્ણ થાય છે, એ માટે મારે વનમાં જવું પડે, શું એથી મને રંજ થાય? ના રે, મને ખુશી છે, મારું મન પ્રસન્ન છે. આપ અમને આશીર્વાદ આપો કે વનની વાટે અમારાં કર્તવ્યોમાં દઢ રહીએ.”
શ્રી રામે દશરથનાં ચરણોમાં પુન: વંદના કરી. દશરથને પાછા નગરમાં જવા માટે વિનંતી કરી, પરંતુ કૌશલ્યાએ શ્રી રામના બે હાથ પોતાના હાથમાં લઈ તેમના માથે વાત્સલ્યનો ઝરો વહાવવા માંડ્યો. રામને પાછા નગરમાં આવવા માટે કૌશલ્યાએ અતિ આગ્રહ કર્યો.
રામચંદ્રજીએ વિનય-વિવેકભર વાણીથી સમગ્ર પરિવારને પાછા વળવા માટે મજબૂર કર્યો. નગરજનોને એમણે ખૂબ વાત્સલ્યથી સંબોધ્યાં; “મને મારા કર્તવ્યનું પાલન કરવા દો; એ કરવા દેવામાં તમે તમારું કર્તવ્ય અદા કરી . અયોધ્યાના રાજાઓની પરંપરા એટલે ત્યાગ અને બલિદાનની ગૌરવગાથા છે. હું કંઈ જ વિશેષ નથી કરતો. એક માત્ર પિતાજીના વચનનું પાલન થાય એ માટે વનમાં જઈ રહ્યો છું. તમે કુશળ રહો.”
સહુ ઊભાં થઈ ગયાં. સૌની આંખો સજલ હતી. કંઠ ગગ હતા. કોઈ કંઈ બોલી શકતું ન હતું. બોલવાની શક્તિ જ હણાઈ ગઈ હતી અને બોલે તો પણ શું બોલે?
For Private And Personal Use Only