________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પc. dળ-ગમન સી બેટા લક્ષ્મણ, તું ન જા, તું અહીં જ રહે બેટા.”
ચરણોમાં નમસ્કાર કરી રહેલા લક્ષ્મણના માથે આંસુઓનો અભિષેક કરતી કૌશલ્યાનું હૃદય વ્યથિત હતું. રામ અને સીતાને પગલે લક્ષ્મણજીને પણ વનવગડાની વાટે જતા જોઈ કૌશલ્યાનું કલ્પાંત વધી ગયું.
લક્ષ્મણ, રામના અસહ્ય વિરહમાં મારા મનનું આશ્વાસન તું છે. રામના વિરહમાં મારા પ્રાણ કેવી રીતે ટકશે એ હું નથી જાણતી. મારા માટે લક્ષ્મણ બેટા, તું ન જા, ન જા.'
કૌશલ્યાની આંખો સૂજી ગઈ હતી, સૂજેલી આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. તેનું લાવણ્યભર્યું મુખ કરમાઈ ગયું હતું. તેનાં કિંમતી વસ્ત્રો પણ ચોળાઈ ગયાં હતાં.
માતા, તું રામની જનની છે! રામચન્દ્રજીને અપૂર્વ ધર્યનું અમૃત પાનારી માતા તું આજે આટલી બધી અધીર કેમ બની ગઈ છે? સંસારની સામાન્ય માતાઓ આવા પ્રસંગે ભલે અધીર બને, પરંતુ તું? લક્ષ્મણજીએ કૌશલ્યાની આંસુભીની આંખો સામે અનિમેષ નયને જોયું. “મોટાભાઈ દૂર ન નીકળી જાય મારે એમને જલ્દી ભેગા થઈ જવું જોઈએ.'
નહીં લક્ષ્મણ, નહીં,’ કૌશલ્યા ઊભી થઈ ગઈ અને દ્વારની વચ્ચે જઈને માર્ગ રૂંધીને ઊભી રહી.
બાવરી કૌશલ્યા લક્ષ્મણજીના માર્ગમાં દૃઢ બનીને ઊભી રહી ગઈ. મહેલના દાસ-દાસીઓ કોઈ લક્ષમણજીના માર્ગમાં આવવાની હિંમત કરી શકે તેમ ન હતાં. એ હિંમત માત્ર હતી કૌશલ્યામાં. ભલે લક્ષ્મણજીની જનની સુમિત્રા હતી, પરંતુ કૌશલ્યા અને સુમિત્રા વચ્ચે લક્ષ્મણજીએ અભેદ દર્શન કરેલું હતું.
“મા, મારા માર્ગમાં આડે ન આવો, આર્યપુત્ર દૂર નીકળી જશે. એમના વિના એક ક્ષણ પણ મારા માટે અસહ્ય છે. જ્યાં શ્રી રામ ત્યાં લક્ષ્મણ. શ્રી રામ વિના લક્ષ્મણની જિંદગી જ નથી, ‘સદૈવ હું રામાધીન છું, મા.” લક્ષ્મણજીના મુખ પરથી દઢતા ઓસરી ગઈ અને આદ્રતા આવી ગઈ. એ વિહ્વળ બની ગયા. માતા કૌશલ્યાનાં ચરણોમાં પડી ગયા. કૌશલ્યાના બે હાથ પકડી ગદ્ગદ્ બની ગયા.
કૌશલ્યા! લક્ષ્મણની માતા લક્ષ્મણનું દુઃખ એ ન જોઈ શકી. રામ વિનાની લક્ષ્મણની સ્થિતિ કૌશલ્યાએ અનેકવાર અનુભવી છે. કૌશલ્યા દ્વારમાંથી દૂર
For Private And Personal Use Only