________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
વન-ગમન
શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી સાથે ત્વરાથી આગળ વધ્યા. જ્યાં સુધી દૃષ્ટિપથમાં રહ્યાં ત્યાં સુધી સહુ નગરજનો અને રાજપરિવાર ઊભા રહ્યા? જ્યાં દૃષ્ટિમાંથી દૂર થયા, સૌ સો-સો નિસાસા નાખતા પાછા વળ્યા. અયોધ્યા સૂની સૂની થઈ ગઈ હતી. આનંદનો કોલાહલ શાંત થઈ ગયો હતો.
રાજપરિવાર મહેલમાં આવી ગયો. દશરથ ગંભીર ચિંતામાં હતા. સંસારસ્વરૂપના ચિંતનથી તેમનો વૈરાગ્ય દૃઢ બની ગયો હતો. રામ-વનવાસના આ પ્રસંગે દશરથને સંસારની અસારતા, સંબંધોની ચંચળતા અને રાગદશાની ભયંકરતાનું ભાન કરાવ્યું. તેમણે હવે ભરતનો રાજ્યાભિષેક કરી દઈ અવિલંબ ચારિત્ર સ્વીકારવાનો નિર્ણય કર્યો. દ્વારે ઊભેલા દ્વારપાલને બોલાવ્યો. દ્વારપાલે આવીને મહારાજાનાં ચરણોમાં નમન કર્યું.
‘ભરતને બોલાવી લાવ.'
‘જી.’ દ્વારપાલ રવાના થયો. અલ્પસમયમાં જ ભરતને લઈને તે પાછો આવી ગયો. ભરતે મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. તે શાંત હતો છતાં ઉદ્વિગ્ન હતો. તેનું હૃદય રામ-વિરહના વિષાદથી દુ:ખી હતું. તેને જીવતર નીરસ લાગી ગયું હતું. આમેય તે વૈરાગી હતો. આ પ્રસંગે તેને સંસારથી અતિ વિરકત બનાવી દીધો .
સંસારમાં બનતી આવી ઘટનાઓ વિચારક મનુષ્યનાં અંતઃચક્ષુઓ ખોલી નાખે છે, અનેક ઉપદેશો જે કામ ન કરી શકે તે કામ આવી ઘટનાઓ કરે છે. રામ-વનવાસના પ્રસંગે દશરથ અને ભરત ૫૨ એવી ઘેરી અસરો પાડી કે બંને સંસારથી વિરકત બની ગયા,
‘ભરત, હવે તારો રાજ્યાભિષેક કરી દઉં અને હું ચારિત્રના માર્ગે ચાલું.' ‘નહીં પિતાજી, મારો રાજ્યાભિષેક નહીં થઈ શકે, હું તો આપની સાથે જ ચારિત્રને માર્ગે ચાલીશ.'
‘ભરત, તારી માતાની અભિલાષા સંતોષવા ખાતર પણ તારે રાજ્યગાદી ૫૨ બેસવું જોઈએ.’
‘કદાપિ નહીં, મારી માતાએ અવિચારી પગલું ભર્યું છે; એણે અયોધ્યાના રાજકુલને લાંછન લગાડ્યું છે. પિતાજી, હું શું કરું? એ મારી માતા છે. જો બીજું કોઈ હોત તો...'
‘ભરત...' મહારાજા દશરથે ભરતના મુખ પર હાથ મૂક્યો.
‘શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી જંગલોમાં ભટકશે...અને એમનો આ નાલાયક ભાઈ ભરત અયોધ્યાની ગાદી પર બેસશે. વાહ, એથી અોધ્યાના રાજકુલની કેટલી બધી શોભા વધશે? માતાએ માગણી કરતાં એટલું પણ ન વિચાર્યું?’
For Private And Personal Use Only